Wednesday 18 March 2015

Lalabhai’s dream is to become a big trader …….

Lalabhai Bajaniyaa is a resident of Hirapur village of Viramgaum block. Until he got married Lalabhai worked with his father Bachubhai who sold seasonal produce like groundnuts, potato, onion, banana, grams etc.  Bachubhai owned a chakda (a type of  indigenous auto). For years the father-son duo didi their business together. But after Lalabhai’s marriage there was a need to stay separately and  start some independent work. He did not possess any other skill and doing what his father did required capital.

Until they could sort out what to do Lalabhai and his wife both daily wage earners began saving. Extreme hard labour  enabled them to save Rs. 50,000 and still they were short of funds to buy even a second hand Chakda. A second  hand chakda  they had seen costs around Rs. 65,000. Accumulating another 15,000 was going to take time so when VSSM got a sense of Lalabhai’s dilemma it provided him with a loan of Rs.15,000. 

Lalabhai has began his trade of selling seasonal produce (as seen in the picture). He has gone a step ahead to earn more. Apart from selling the produce in retail he also sales it on wholesale rates to small traders. The income has been good. He dreams of becoming a big trader one day and be helpful to the society.

We are thankful to Shri. Rameshbhai Kacholiya and Girishbhai Sherdalal for enabling us to provide interest free capital to such nomadic families. 

All the very best Lalabhai may you live your dream…….

In the picture Lalabhai’s house stocked with tomatoes to be sold at wholesale rate and Lalabhai on his way to work...

મોટા વેપારી થવું છે

લાલાભાઈ બજાણીયા. વિરમગામ તાલુકાના હીરાપુર ગામમાં રહે. પિતા બચુભાઈએ જૂનામાં છકડો ખરીદેલો અને એ છકડામાં એ સિઝનેબલ વ્યવસાય કરે. દા.ત. મગફળીની સિઝનમાં મગફળી ખરીદી ગામે ગામ વેચે, એ જ રીતે બટેકા, ડુંગળી, ચણા, કેળા વગેરે.. લાલાભાઈ પિતાની સાથે મદદરૂપ થવા જાય. વર્ષોથી આ નિત્યક્રમ ચાલ્યા કરતો. લાલભાઈના લગ્ન થયા અને પિતાથી અલગ રહેવાનું થયું. હવે સ્વતંત્ર વ્યવસાય કરવાની જરૂર ઉભી થઇ. બીજા કોઈ વ્યવસાયની આવડત તો હતી નહિ શું કરવું એ મુંઝારો. બાપીકો ધંધો કરવાનું એમને ગમે પણ પાસે મૂડી નહિ. 

પતિ –પત્ની બંનેએ ખુબ મહેનત કરી.. છૂટક મજૂરી કરીને ૫૦,૦૦૦ ભેગા કર્યા. જૂનામાં છકડો જોઈ રાખેલો પણ એની કિંમત રૂ.૬૫,૦૦૦ હતી. રૂ.૧૫,૦૦૦ હજુ ખૂટતા હતા. મજૂરી નો વિકલ્પ હતો જ પણ સાથે સાથે એમ પણ થાય કે જલ્દી છકડો ખરીદાય તો વધારે સારી આવક મળી શકે. 

લાલાભાઈની મુંઝવણનો ખ્યાલ આવતા આપણે એમને રૂ.૧૫,૦૦૦ ની લોન આપી. એ ફોટોમાં દેખાય છે એ છકડો લાવ્યા.. એમણે પણ સિઝનેબલ ધંધો શરૂ કર્યો. એમાં ટામેટાંની સિઝનમાં એમને કંઇક નવું કરવાનું સુઝ્યું. ખેડૂતો પાસેથી ટામેટાં ખરીદ્યા અને એમણે પોતે છૂટક વેચવાની સાથે સાથે બીજા નાના વેપારી કે જેઓ એમની જેમ જ ધંધો કરતા એમને જથ્થાબંધ ભાવે વેચવાનું શરુ કર્યું.. હવે ખુબ સારી આવક થાય છે.  એમને મોટા વેપારી થવું છે.. અને સમાજને પણ ઉપયોગી થવું છે.. 

ફોટોમાં એમના ઘરમાં જ ટામેટાં સ્ટોર કરેલા દેખાય છે અને જે છકડામાં એ વેપાર ખરીદે છે એ જોઈ શકાય છે. 

વિચરતા પરિવારોને વગર વ્યાજે લોન આપવામાં મદદરૂપ થનાર શ્રી રમેશભાઈ કાચોલિયા અને શ્રી ગીરીશભાઈ શેરદલાલના આભારી છીએ. એમની મદદ વગર આ બધું શક્ય નહોતું.. ખુબ ખુબ આભાર અને લાલાભાઈને શુભેચ્છા..

No comments:

Post a Comment