Sunday 12 April 2015

Becharbhai - working hard to achieve his dream….

Becharbhai Bajaniyaa  resides in Sarwal village of Patan’s Harij town. He earns his living by collecting and selling hair that women shed while combing. The money earned is just about enough to support his family of 5. But what Becharbhai really desires is to increase his income by starting some small business. Option of a small shop to sell snacks and utilities required substantial capital investment and involvement. Giving up the only earning option  of collecting hair for starting the shop wouldn’t be a wise decision for him.  He would  constantly weigh his options…

Becharbhai decided to involve Jadiben his wife who until now was a homemaker, into starting some small home business. He took a loan of Rs. 10,000 from VSSM. Half of that money was used to purchase hair (initially he would exchange them for small stuff like toy, rubber bands etc). Rest of the amount was used to buy tamarind seeds. There is a great demand for tamarind seeds in villages and towns. These seeds are roasted and nibbled upon. He bought the seeds at wholesale rate and repacked them in smaller amount. Small shop owners, hawkers etc. started buying tamarind seeds from him. At the end of the day Jadiben would sell around 20 kgs of seeds. There are some hair collectors who exchange hair for such seeds and so the demand is good. They make a profit of Rs. 6 per kg i.e. Rs. 120 to Rs. 150 daily. The couple takes turns in managing the outlet. They are saving the amount for a bigger shop. All their 3 sons are studding well. The eldest is in 9th grade at one of the VSSM run hostels. He plans to educate his kids all the way so that they have a brighter future. 

Becharbhai in black shirt.. in the picture. ..

બેચરભાઈ સ્વપ્ન જોવાની સાથે સાથે એને સાકાર કરવા શું કરવું એ વિચાર્યા કરે..

બેચરભાઈ બજાણિયા પાટણ જીલ્લાના હારીજ તાલુકાના સરવાલગામમાં રહે. તેઓ માથું ઓળતા કાંસકામાં ઉતરીને આવતાં વાળ ભેગા કરીને વેચવાનું કરે. ગાડું ઠીકઠીક ગબડ્યા કરે. મનમાં ઈચ્છા તો વધારે પૈસા ભેગા કરીને ગામમાં ઠંડા પીણા અને કટલરીની દુકાન કરવાની પણ એ માટે ઘણી વધારે મૂડી જોઈએ. બેચરભાઈ સ્વપ્ન જોવાની સાથે સાથે એને સાકાર કરવા શું કરવું એ વિચાર્યા કરે. આખી જિંદગી વાળ વેચે તોય દુકાન ના થાય એ વાત એ બરાબર જાણે. વળી એકદમ પોતાનો ધંધો બંધ કરીને નવું વિચારે એ પણ જોખમી હતું. પરિવારમાં ત્રણ દીકરા, માતા અને પોતે બે માણસ. આમ કુટુંબની જવાબદારી પણ હતી. 

બેચરભાઈ વાળ એકઠા કરવાં ગામે ગામ ફરે અને એ વખતે એમના પત્ની જડીબહેન ઘર સંભાળે, પરિવારને સાચવે. બેચરભાઈએ જડીબહેનને ઘર સંભાળવાની સાથે સાથે નાનો વેપાર કરી શકે જેમાં બહુ મહેનત ના પડે એવું કરી આપવાનું નક્કી કર્યું. હોલસેલમાં કચૂકા વેચવાનો વ્યવસાય કરવાનું એમણે વિચાર્યું. 

vssm પાસેથી રૂ.૧૦,૦૦૦ની લોન લીધી. જેમાંથી થોડી રકમ એમણે લોકો પાસેથી વાળ લઈને એની સામે વસ્તુ(ફુગ્ગા, બોરિયા-બકલ વગેરે) આપતા, એની જગ્યાએ વસ્તુના બદલે એમણે સીધા પૈસાથી જ વાળ ખરીદવાનું શરુ કર્યું અને થોડી રકમથી એમણે જથ્થાબંધમાં કચૂકા લાવીને વેચવાનું શરુ કર્યું. ૧.કી.ગ્રા.ના પેકેટ બનાવીને એ ધંધે જાય અને જડીબહેન નિયમિત ૨૦ કી.ગ્રા. કરતા વધારે કચૂકા વેચી નાખે.. મૂળ તો નાના દુકાનદારો અને બજાણીયાભાઈઓ કે જેઓ વાળ એકઠા કરવાનું કામ કરે છે એ વાળના બદલામાં કચૂકા આપવાનું પણ કરે. એટલે એ લોકો બેચરભાઈ પાસેથી કચૂકા ખરીદીને લઇ જાય..બેચરભાઈ હાજર હોય ત્યારે એજ આ વ્યવસાય સંભાળે જયારે એમની ગેરહાજરીમાં જડીબહેન બધું સંભાળે. એક કી.ગ્રા. પેકેટ ઉપર રૂ.૬ નો નફો થયા આમ રૂ. ૧૨૦થી લઈને ક્યારેક રૂ.૧૫૦ સુધીનો નફો થાય છે. જે એકબાજુ જમા કરે છે. એમાંથી જ તો એમણે દુકાન કરવાની છે.. એમનો દીકરો vssm દ્વારા ચાલતી હોસ્ટેલમાં ધો.૯માં ભણી રહ્યો છે. બાકીના બે નાના દીકરા પણ ભણે છે. એમની ઈચ્છા દીકરાઓને ખુબ સારું શિક્ષણ અને સારી જિંદગી આપવાની છે. 
ફોટોમાં કાળા શર્ટમાં બેચરભાઈ

No comments:

Post a Comment