Wednesday 1 April 2015

Pulling out from the clutches of the cycle of poverty……...

Distress migration or the wandering that the nomadic families do to earn their living not only deprives these wanderers of the fundamental facilities to lead even a minimalist life but the lack of financial resources means these families do learn to handle money. Most of them are daily wage earners means what they earn is spend to buy their daily needs. The ever increasing inflation leads to huge gap between their earnings and spendings. VSSM’s livelihood initiative targets to address some of these basic issues.  As  scope of families benefiting from VSSM’s livelihood initiative increases our learning are also increasing. The interaction VSSM team members have with the loanees helps us shape our strategies so as to bring significant  improvement in the economic conditions of these families. 

One of the most important aspect of this exercise has been to compel the families to open bank accounts and start saving. The loan from VSSM is helping the families earn better, more income means more money on hand and if these families are not guided to manage their earnings it would be difficult to pull them out from the cycle of poverty-debt-migration……

25 Kangasiya families of Chunarawad in Rajkot are taking baby steps to gaining financial independence. The women of these families earn by selling imitation jewellery, cosmetics, hair accessories and likes. The men in the families are daily wage earners. The women buy stuff from retail merchants in Rajkot and sell them in the villages around their settlement. While its a job involving lot of walking and travelling through the day whereas the earnings at the end of the day are not more than Rs. 100 to 150.   These women do a business of Rs. 1200 to 1500 daily but earn only 100 to 150 as most of the money is the cost towards buying the products. The merchants are also their money lenders who lends them money in times of need with high interest rates (as all private money lenders do). Since they have to repay back it is necessary they keep buying goods from the same merchant even if they were priced higher than others. Exploitation it was but these women had no option. They can buy stuff at wholesale rate but that requires capital to make those initial investments. Which these families do not have. 

VSSM had helped these families get their basic citizenry documents and that is how the organisation has remained in touch with them. VSSM’s Kanubhai got a sense of the challenges they faced during the initial  interactions.  First he asked the families to open their bank accounts and assisted them in doing so. One of the preconditions of receiving loan from VSSM was to open a bank account and cultivate the habit of regular saving. The bank officials were non cooperative initially but not  understand their situation and assists them wherever and whenever possible. Than we provided loan of Rs. 15000 to 5 families initially. They bought goods from wholesale market and the returns now are good they have also began transaction with the bank on regular basis, the savings and earnings are good which has instilled a lot of confidence amongst  these families. 
Given the economic background of the marginalised nomadic families, trust was hard to come by. But the faith we have put in hundreds of nomadic families is enabling them to create alternate sources of income and realise their potential is bringing a remarkable change in their bargaining capacity, giving them income to fall back on and raising their standard of living. 

We are eternally grateful to all our well-wishers who have stood by us in creating this opportunities…

In the picture (1) Maniben Danabhai Kangasiya, (2)Kamuben Bhikhabhai Kangasiya, (3)Sejalben Kangasiya,(4) Minaben Gordhanbhai Kangasiya, (5)Rukmaben Kangasiya, and  (6) Soniben Khoduhai Kangasiya selling Hosiary items roaming on streets…...


વિષચક્રમાંથી નીકળવા લોન આપીએ..

ચુનારાવાડ રાજકોટમાં કાંગસિયાના ૨૫ પરિવારો રહે. બહેનો શૃંગાર પ્રસાધનો વેચવાનું કામ કરે. ભાઈઓ છૂટક મજૂરી કરે. બહેનો કટલરીનો સામાન રાજકોટની દુકાનમાંથી સવારે ખરીદે અને આખો દિવસ એ સામાન વેચે. એ જે સામાન ખરીદે એ જથ્થાબંધમાં ખરીદી ના શકે. મૂળ જથ્થાબંધમાં ઘણો સામાન ખરીદવો પડે અને એ માટે મૂડી રોકાણ કરવું પડે જે નહોવાથી રોજે રોજ કે દર બે – ચાર દિવસે સામાન ખરીદી અને વેચવાનો ક્રમ ચાલે. રોજના ૧૦૦ કે રૂ. ૧૫૦ મળે. એટલે આ પરિવારો રાજી. આમ તો વેપારી આ પરિવારોને ફેરિયા તરીકે રાખે છે એમ કહીએ તો પણ ચાલે. ભૂખ્યા પેટે આખો દિવસ રઝળપાટ કરીને રૂ.૧૨૦૦ કે રૂ.૧૫૦૦ નો સામાન વેચીને આવ્યા પછી સાંજે તો એના હાથમાં રૂ.૧૦૦ કે રૂ.૧૫૦ જ મળે. વળી બચતની તો ટેવ જ નહિ. એટલે જરૂર પડે ત્યારે પણ પેલા દુકાનવાળા પાસેથી ઉછીના લઇ આવે અને એનું કેટલું  વ્યાજ ચૂકવવાનું છે એવી તો કોઈ માહિતી જ નહિ લેવાની. બસ સામાન લેવાનો- વેચવાનો અને રૂપિયા ભર્યા કરવાના.. 

આ પરિવારો આપણા સંપર્કમાં આવ્યા એમની પાસે મતદારકાર્ડ કે પોતાની ઓળખના અન્ય કોઈ પુરાવા જ નહિ. આપણે એમને મતદાર કાર્ડ અપાવ્યા. એમાં આ પરિવારોની ઉપરોક્ત સ્થિતિનો ખ્યાલ આવ્યો. vssmના કાર્યકર કનુભાઈ આ પરિવારોની સ્થિતિ સમજ્યા પછી આ પરિવારોને કહ્યું, ‘vssm તમને મદદ કરશે પણ તમે બેંકમાં ખાતું ખોલાવો અને બચત કરવાની ખાત્રી આપો તો અમે તમને આ વિષચક્રમાંથી નીકળવા લોન આપીએ..’ શરૂઆતમાં  આપણે પાંચ જ પરિવારને લોન આપવાનું નક્કી કર્યું અને રૂ.૧૫,૦૦૦ લોન સામાન ખરીદીને વેચવા માટે આપી. આપણે લોનનો ચેક આપ્યો. આમ બેંક સાથે વ્યવહાર શરુ થયો. જથ્થાબંધ સામાનની ખરીદી થઇ. પહેલાં દુકાનદાર જ પૈસા અને સામાન આપતો આથી ફરજીયાત એની પાસેથી જ સામાન ખરીદવો પડતો પણ હવે બે દુકાનમાં ભાવ પૂછીને ખરીદે છે. વધારે સામાન ખરીદવાનો છે એમ કહીને બાર્ગેન પણ કરે છે. બચત નિયમિત કરે છે. બેંકમાં પૈસા કેવી રીતે ઉપાડવા – મુકવા એ બધું કનુભાઈએ શીખવ્યું છે. દર મહીને સામેથી કનુભાઈ જ્યાં હોય ત્યાં આવીને લોનનો હપ્તો આ પરિવારો આપી જાય છે. 

બેંકમાં શરૂઆતમાં ખાતા ખોલાવવા જતા ત્યારે બેંક ખાતા ખોલાવવામાં આનાકાની કરતી. કનુભાઈ કહે છે, એમ ખુબ મુશ્કેલી પડતી. પણ એમને આપણે લોન આપવાના છીએ અને એટલે ખાતા ખોલાવી રહ્યા છીએ એ જાણ્યા પછી બેંકના કર્મચારીનો ભાવ બદલાયો છે. હવે લોનધારકો અને એ સિવાય પણ જેમના બચતખાતા ખોલાવ્યા છે એ લોકો નિયમિત બચત માટે રકમ ભરવા જાય તો બેન્કવાળા એમને પહોચ ભરવામાં પણ મદદ કરે છે. 

વિચરતી જાતિ કે વંચિતોને આર્થિક મુશ્કેલીમાં એમના પર ભરોષો મુકીને કોઈ સહયોગ કરતુ નથી. આવામાં એમને તગડાં વ્યાજે પૈસા લાવવા સિવાયનો કોઈ વિકલ્પ સૂઝતો નથી.  વળી કમનસીબી એ છે કે, આ પરિવારોને તો એમણે લીધેલી રકમનું વ્યાજ ગણતા પણ આવડતું નથી.  આવી સ્થિતિમાં રહેતાં આ પરિવારોને મદદરૂપ થનાર સૌ સ્વજનોનો આભાર માનું છું.

photoમાં (૧) મણીબેન દાનાભાઈ કાંગસિયા (૨) કમુબેન ભીખાભાઈ કાંગસિયા (૩) સેજલબેન કાંગસિયા (૪) મીનાબેન ગોરધનભાઈ કાંગસિયા (૫) રુકમાબેન ખોડુભાઈ કાંગસિયા (૬) સોનીબેન ખોડુભાઈ કાંગસિયા પોતાના વેપાર સાથે ...

No comments:

Post a Comment