Monday 27 April 2015

VSSM Support Nomadic Communities for Livelihood - Hameerbhai Vansfoda's story

Hameerbhai Vansfoda from Nomadic Communities with his goods
Hameerbhai Vansfoda from Nomadic Communities with his goods 
VSSM supports Hameerbhai Vansfoda’s new venture of selling household plasticware….

Hameerbhai Vansfoda  a skilled bamboo basketmaker cannot afford to make baskets anymore- reason the increasing cost of bamboo is making it difficult for him to source bamboo and keep the prices of his products reasonable….hence he is left with no choice  but to search for alternate means of livelihood. Hameerbhai is a resident of Ludra village of Diyodar block. He stays on the government wasteland. 

Like Hameerbhai,  thousands of nomadic families are being forced to reinvent their livelihood options. The changing markets, production techniques, new forest  and  wildlife laws, modern means of entertainment etc have had negative impact on the traditional occupations of these nomadic communities who were so dependent on their inherent skills that they never felt the need to pick any other skills.  In the present times this need to search new vocations is more pressing than ever. 

Hameerbhai was familiar with the activities of VSSM, the organisation that facilitated the process of his Antoday ration card and ensured that his name entered the BPL list. Hameerbhai desired to start his own business of selling plastic buckets, tubs, baskets, stools and other household plasticware. But the venture required capital investment that he did not have. He proposed for a loan to VSSM. A loan of Rs. 30,000 was granted by VSSM and Rs. 15,000 Hameerbhai borrowed from his friend. With the money he bought enough plasticware to be sold by the husband-wife duo. They began with selling the good around Diyodar and later expanded their area to Himmatnagar and Vijapur. The sells are brisk and profit is good compare to the bamboo products.  The couple is really working hard to change its fate. Their elder son and his wife look after the rest of their children who are studying in Ludra village. 

The Vicharta Samudaay Samarthan Manch – VSSM team has also eased out Hameerbhai's tension of paying instalments. Earlier Hameerbhai had to come all the way to Diyodar to pay his instalment but Naranbhai worked out an option that he either directly deposits the amount in VSSM account which he refused as it wasn’t a comfortable option for him or every month  he gives the amount to VSSM’s Vijapur team member Tohid, the option that has worked out fine.  

વાંસ મોંઘો થતાં સુડલા ટોપલા બનાવતા હમીરભાઈ હવે પ્લાસ્ટીકના તબકડા, ડોલ લાવીને વેચવાનો નવો વ્યવસાય શરુ કર્યો..

ગુજરાતમાં વિચરતી જાતિની યાદીમાં સરકારે ૨૮ જાતિઓનો સમાવેશ કર્યો છે. આ દરેક જાતિઓના પરંપરાગત વ્યવસાય જુદા જુદા.. જેમ કે કાંગસિયા માથું ઓળવાની કાંસકી બનાવીને વેચે, ઘંટિયા ઘંટી ટાંકવાનું અને વેચવાનું કરે, ઓડ માટીના ઘર બનાવવાનું કામ કરે, વાંસફોડા વાંસમાંથી સુડલા-ટોપલા બનાવે. નટ અંગ કસરતના ખેલ કરે.. દરેકે દરેકે જાતિઓની આવી અલગ અલગ વિશેષતા અને એના આધારે તેઓ નભે. પણ બદલાતી સમાજ વ્યવસ્થામાં આ વ્યવસાયો પડી ભાંગ્યા છે. આવામાં નવા વ્યવસાય તરફ એમને વાળવા અત્યંત આવશ્યક છે. નવા વ્યવસાયોની તાલીમની સાથે સાથે જરૂરિયાત પ્રમાણે વગર વ્યાજની લોન નવા વ્યવસાય માટે આ પરિવારોને મળે એ દીશામાં vssm પ્રયત્નશીલ છે. જે અંતર્ગત દિયોદર તાલુકાના લુદ્રાગામમાં રહેતાં હમીરભાઈ વાંસફોડાવાદીને લોન આપવામાં આવી.

હમીરભાઈ લુદ્રાગામની સરકારી પડતર જગ્યામાં રહે. પરંપરાગત વ્યવસાય વાંસમાંથી સુડલા અને ટોપલા બનાવવાનો કરે પણ એમાં ખાસ મળતર મળે નહિ. વાંસ મોંઘો થઇ રહ્યો છે.. પણ બીજો વ્યવસાય કરવા પૈસા નહિ. એટલે ના છૂટકે જે મળે એનાથી સંતોષ મેળવીને આ વ્યવસાય કર્યા કરે. 

દિયોદર તાલુકામાં વિચરતા પરીવારો સાથે આપણે જે કામ કરીએ છીએ એનાથી હમીરભાઈ પરિચિત. એમનું પોતાનું અંત્યોદય રેશનકાર્ડ અને એમનું BPL યાદીમાં નામ આવે એ માટે આપણે જ પ્રયત્ન કરેલો અને એ સફળ પણ રહ્યો. આપણે કેટલાક પરિવારોને સ્વતંત્ર વ્યવસાય માટે લોન આપેલી એ
હમીરભાઈ જાણે. પોતાને પ્લાસ્ટીકના તબકડા, બેસવા માટેના પાટલા, ડોલ, ટબ વગેરે વેચવાનો વ્યવસાય કરવાનું મન. પણ પાસે બચત નહિ એટલે કરી શકે નહિ. આ અંગે vssm પાસેથી લોનની માંગણી કરી. રૂ.૩૦,૦૦૦ આપણે આપ્યા અને બીજા રૂ.૧૫,૦૦૦ એમણે એમનાં મિત્ર પાસેથી લીધા અને ફોટોમાં દેખાય છે એ સામાન લાવ્યા અને વેચવા માટે પતિ –પત્ની બન્ને દિયોદર આસપાસમાં ફરવા માંડ્યા. ધંધો સારો ચાલવા માંડ્યો.. વધારે સામાન ભેગો કરી હિંમતનગર અને વિજાપુર તરફ નીકળી ગયા. હાલમાં પણ એ વિજાપુર આસપાસના વિસ્તારમાં જ ધંધા અર્થે વિચરણ કરે છે. એમનો વ્યવસાય પણ સારો ચાલે છે. વાંસ કામમાં મળતર ખુબ જ ઓછું હતું પણ નવા વ્યવસાયમાં સારું મળે છે જેનો એમને સંતોષ છે. 
હમીરભાઈ સતત વિચરતા રહે આવામાં vssmની લોનની માસીક હપ્તાની રકમ ચુકવવાની થઈ એટલે છેક દિયોદર પરત ગયા અને  રૂ.૨૦૦૦ હપ્તા પેટે આપ્યા. ધંધા વિષે વધારે પૂછતાં નારણને ખ્યાલ આવ્યો. કે હમીરભાઈ ફક્ત હપ્તો આપવા છેક વિજાપુરથી દિયોદર આવ્યા છે. એણે હમીરભાઈને કહ્યું, લોનની રકમ આપવા તમારે છેક અહિયાં આવવું એના કરતા તમે vssmના બેંકના ખાતામાં જમા કરાવી દો તો? વિગતો હું આપું. પણ હમીરભાઈએ ના પાડી , ‘એ મને ના ફાવે’ તે પછી vssmના વિજાપુરના કાર્યકર તોહીદ સાથે નારણે એમની વાત કરાવી અને હવેથી હપ્તાની રકમ તોહીદભાઈને આપવાનું ગોઠવી આપ્યું.. પતિ-પત્ની બન્ને ખુબ મહેનત કરે છે બાળકો લુદ્રાગામમાં જ રહીને ભણે છે મોટો દીકરો અને એની પત્ની ઘરનો કારભાર સંભાળે છે.. 
ફોટોમાં નવા વ્યવસાય સાથે હમીરભાઈ અને એમના ભાઈ જેઓ વાંસ પર કામ કરે છે.     

No comments:

Post a Comment