Wednesday 6 May 2015

Livelihood Generation For Nomadic Gadaliyaa Community Women by VSSM Initiative

A Nomadic Tribes - Gadaliyaa Community Family
A Nomadic Tribes - Gadaliyaa Community Family
Some fundamental guidance, very simle changes in lifestyles and some amazing results in lives of these nomadic Gadaliyaa women……..

To understand this case-story a bit of a history first..……..


After suffering a bitter defeat from Akbar, Maha Rana Pratap left Chittodgadh and so did his loyal men.  Amongst them were the Gadaliya.  The Gadaliya were part of the royal army.  Mana Rana Pratap had vowed to return to Chittodgadh only after he won it back from the Moguls. But this was never to happen as he died soon after and the Gadaliya who had left their homeland never returned back to Marwar. The Gadaliya moved on carts or gada from which their name derives- with the army and were responsible of carrying the required logistics material for sustaining the armies during the war times.  They would set up tents and make or repair the weapons on site. In fact, they were the in-house ironsmiths. After the death of their beloved king the Gadaliyaa Community scattered away. Rajasthan has huge population of this community, where they are known as Gadariya or Gadi Luhar.  They got engaged in making household tools,  agricultural tools, kitchen tools etc.  which required them to travel from village to village.
A Nomadic Gadaliyaa Community Women
A Nomadic Gadaliyaa Community Women 
During the monsoon months the community would have their settlement with the Vanzaras and hence they have picked up lot of their trade skills. These days they have their hands in lot of different trades. Buying and selling bullocks is a trade these community was skilled at. . But with the usage of tractors increasing in agriculture the demand for bullocks has decreased considerably. Along with trading bullocks they hand craft iron tools used for farming and some house-hold usage, they are skilled ironsmiths so many families had continued with this ancestral occupation. The Gadaliyaa in Gujarat are  engaged with either of the trades these days. 
Many Gadaliya families reside in Rajkot’s Ghanteshawar. Their occupation- making and selling tools made from iron. Very hard working but still could barely manage to make ends meet. Sort of daily wage earners who made just enough to buy daily ration. VSSM has been instrument in bringing Voter ID cards to these families just before the previous Loksabha elections. Infact 3,500 nomadic  individuals were allotted Voter ID cards because of VSSM’s efforts partnered with the unflinching support of Gujarat’s Chief Electoral Officer Ms. Anita Karwal. 
Gadaliyaa Community Woman with Livelihood Generation by VSSM
Gadaliyaa Community Woman with Livelihood Generation by VSSM
Kanubhai, VSSM’s team member of rat region,  remains in constant touch with these families. He could very well sense the everyday challenges of these families. With limited money on hand they couldn’t buy enough raw material (tin sheets), the suppliers always gave them retail rather than wholesale rates. Tongs, serrated ladles, flat ladles, stoves, sieve are some of the products made by the Gadaliyaa.  They roam village to village to sell these kitchen tools,at times the merchants would buy these products from them but at a wholesale rate. Shrewd businessmen!!  can’t sell at wholesale price but can always buy at wholesale rate. Whenever the Gadaliyaa asked for good price,  they argued, buy the raw material in bulk (substantial amount) and we shall offer you wholesale price. Buying  material in  bulk requires  decent amount of investment which these families  never have. They do not  earn enough to be able to save for the rainy day. 

A Nomadic Gadaliyaa Man with
Income Generation  by VSSM
VSSM decided to extend support to 3 Gadaliyaa Women A Nomadic Tribes of Gujarat Panetarben, Ehsanben and Sevakramben. All these three women are widows. A loan of Rs. 10,000 each was given to these women. VSSM’s Kanubhai helped them sort out their schedule and finances, managing this amount wasn’t easy for them. First he asked them to busy groceries of Rs. 2,000/- each. Food in the house meant no need to go out to sell the stuff on daily basis (which they did earlier for the need to buy food).  With the rest of the  money they bought tin sheets at wholesale rate and all the other stuff needed to begin manufacturing. It was decided to not go and sell stuff until  substantial numbers of items have  been made.  If the  merchants wanted  stuff at a wholesale rate  prices for the same were fixed as well.  

Right now these women are busy making products that will fetch them good rates. The y are hopeful  things will workout well. As Ehsanben says, “Kanubhai has guided us a lot, earlier we would go out to sell products everyday, our spending on commute was also very high, now we save that money, we have also revised our pricing, we are saved from the tedious job of everyday selling. No more are we required to worry about how to keep the kitchen firs bring as there is enough food in the house. Once we start selling he money will begin to roll in. We will bring some more raw material from it, pay the instalment, bring groceries and begin to save for future.  Nobody had ever taught how to manage and plan in such a manner.” 

Normally, we write about individuals  who have been supported by VSSM once some radical change is observed  in their lives. But we felt the need to share this story with you as it reflects how simple and basic guidance can bring  such major change in the lives of people living on the margins, people who are constantly pushed to the end just because they haven’t picked up the tricks of the trade. But its their inherent wisdom accompanied by the astute guidance of VSSM team that is bringing a gradual change in their lives………..

કેટલી નાની વાત પણ એમની સાથે બેસી એમને સમજાવીએ તો કેટલા અદભૂત પરિણામો મળી શકે

ગાડલિયા સમુદાયનો મૂળ વ્યવસાય લોખંડના ઓજારો બનાવવાનો અને ગામે ગામ ફરીને વેચવાનો. ખેતીમાં જરૂરી બળદો વેચવાનું કામ પણ આ પરિવારો કરતાં. બળદો ખરીદીને એને એવા સરસ શણગારી - તૈયાર કરીને વેચવાનાં. બળદ વેચવાની સાથે સાથે તેઓ ખેતી કામમાં વપરાતા ઓજારો વેચવાનું કામ પણ કરતાં. પણ ખેતી માટે હવે ટ્રેક્ટરનો ઉપયોગ ખુબ થવા લાગ્યો છે. એટલે બળદથી ખેતી કરવાનું પ્રમાણ ખુબ ઘટી ગયું છે. તેઓ ખેતીના ઓજારો બનાવવાનું કરતાં આજે કેટલાંક એ કામ પણ કરે છે પણ ઘણા પરિવારો હવે ઘર વપરાશમાં વપરાતી લોખંડની વસ્તુ બનાવીને વેચવાનું કરે છે. મહારાણા પ્રતાપના વફાદાર એવાં ગાડલિયા મૂળ રાજસ્થાનના વતની પણ રાણાપ્રતાપે અકબર સામેની લડાઈ વખતે ચિતોડગઢ છોડ્યું એમની સાથે એમની વફાદાર પ્રજાએ પણ ચિતોડગઢ છોડ્યું. ગાડલિયા એમાંના એક હતાં. રાજસ્થાનમાં એમની ઘણી મોટી વસ્તી છે ત્યાં ગાડરિયા કે ગાડી લુહાર તરીકે તેઓ ઓળખાય છે. ગુજરાતમાં પણ એમની વસ્તી ઘણી છે.
રાજકોટના ઘંટેશ્વરમાં... ગાડલિયા પરિવારો વર્ષોથી રહે. આ પરિવારો  પોતાનો પરંપરાગત વ્યવસાય લોખંડમાંથી ઘર વપરાશના સાધનો બનાવીને વેચવાનું કરે. આ પરિવારો ખુબ મહેનતુ. ખુબ કામ કરે છતાં બે ટંકનો રોટલો નિયમિત ભેગો કરવો મુશ્કેલ થઇ જાય. રોજે રોજ પાંચ રૂપિયાનું તેલ. બે રૂપિયાનું મરચું એમ છૂટક સામાન લાવીને રાંધવાનું. vssmના કાર્યકર કનુભાઈ આ પરિવારો સાથે કામ કરે. ગત લોકસભાની ચુંટણી વખતે રાજકોટમાં રહેતાં વિચરતાં પરિવારોના આશરે ૩,૫૦૦ લોકોને vssmના કારણે અને મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અનિતાબહેન કરવાલની મદદથી મતદારકાર્ડ મળ્યાં. જેમાં આ ગાડલિયા પરિવારને પણ કાર્ડ મળ્યા હતાં. હવે એમનાં રોજબરોજના પ્રશ્નો સમજવાનું પણ થતું. રૂ.૨૦૦૦ કે ૩૦૦૦ની સગવડ થાય એટલે આ પરિવારો લોખંડનું પતરું લઇ આવે અને એમાંથી ચુલા, ઝારા, ચારણી, તાવેતા, ચીપિયા વગેરે જેવા સાધનો બનાવીને ગામડાંઓમાં ફરીને વેચે કેટલીક વખત તો દુકાનદારો એમની પાસેથી હોલસેલમાં સામાન ખરીદી લે. પણ સરવાળે ખુબ મોંઘુ પડતું. એ જે સામાન લાવતા એ એમને હોલસેલમાં ના મળે અને વેચવાનું હોલસેલમાં? પણ વેપારી કહે, ‘તમે એક સામટો સામાન ખરીદો તો હોલસેલના ભાવે આપું. હવે એકસામટો સામાન ખરીદવા ફદિયા તો જોઈએ ને? વળી બચત તો જીંદગીમાં ક્યારેય કરેલી નહિ. એટલે પાસે મૂડી હોય એમ પણ ના બને. આપણે ત્રણ વ્યક્તિને (૧) પાનેતરબહેન (૨) અહેસાનબહેન અને (૩)સેવકરામને લોન આપવાનું નક્કી કર્યું. બન્ને બહેનો વિધવા છે. પ્રત્યેકને રૂ.૧૦,૦૦૦ની લોન આપી. અલગ અલગ ગણીએ તો રૂ.૧૦,૦૦૦ અને ભેગા ગણીએ તો રૂ.૩૦,૦૦૦ થયાં. એમાંથી કનુભાઈએ એમને આયોજન શીખવ્યું. પ્રત્યેક પરિવારના ઘરમાં રૂ.૨,૦૦૦ નું કરિયાણું ભરાવ્યું. જેથી સામાન બનાવીને રોજે રોજ વેચવા જવાની ઝંઝટ ના રહે અને શાંતિથી કામ થઇ શકે. એ પછી ૨૪,૦૦૦ માંથી લોખંડના પતરાં ફોટોમાં દેખાય છે એ અને જરૂરી હાથા, રીવેટ વગેરે પરચુરણ સામાન હોલસેલના ભાવે ખરીદાવ્યો અને કામ શરુ કરાવ્યું. જ્યાં સુધી ૧૦ થી ૧૫ની સંખ્યામાં સામાન તૈયાર ના થાય ત્યાં સુધી વેચવા નહિ જવાનું અને વેપારીને જથ્થાબંધમાં જોઈએ તો એનો પણ ભાવ- તાલ કરવાનું નક્કી કર્યું. હાલમાં બધા જ પરિવારો સામાન બનાવવામાં વ્યસ્ત છે.. સારું પરિણામ મળશે એવી આ પરિવારોને આશા છે. અહેસાન બહેન સાથે જયારે વાત થઇ ત્યારે એમણે કહ્યું, ‘અમે રોજ માલ બનાવીને વેચવા જતા એની જગ્યાએ ૮ દિવસથી સામાન બનાવી રહ્યા છીએ. ઘરમાં ખાવા છે એટલે રોજ વેચવા જવાની માથાકૂટ નથી. એટલે રોજે રોજનું ભાડું પણ બચે છે. બસ બે દિવસમાં બધો સામાન થઇ જશે પછી વેપારી પાસે જ જઈશ. સારો ભાવ આપશે તો એને જ વેચી દઈશ અને એમાંથી બીજો સામાન અને કારીયાણું ભરાવી દઈશ. લોનના હપ્તાની રકમ એક બાજુ રાખીશ. થોડી બચત પણ કરવી છે.. અમને કોઈએ વ્યવહાર શીખવાડ્યો જ નહોતો એટલે આ બધું સમજાતું નહોતું પણ કનુભાઈએ સારું સમજાવ્યું..’
આમ તો vssm દ્વારા જેમને લોન આપવામાં આપવામાં આવે છે એમનો વ્યવસાય બરાબર ચાલે પછી જ અમે એમનાં વિષે લખીએ જેથી અમને પણ એમની રોજિંદી જીન્દગીમાં આવેલા બદલાવ વિષે ખ્યાલ આવે પણ ફોટોમાં દેખાય છે એ વ્યક્તિઓ વિષે શરૂઆતથી જ લખવાનું જરૂરી લાગ્યું.. કેટલી નાની વાત છે પણ એમની સાથે બેસી એમને સમજાવીએ તો કેટલા અદભૂત પરિણામો મળી શકાતા હોય છે એનો આ દાખલો છે..
ફોટોમાં સામાન બનાવી રહેલાં ત્રણે પરિવાર..અને એ જે સ્થિતિમાં રહે છે એ જોઈ શકાય છે

No comments:

Post a Comment