Tuesday 16 June 2015

Livelihood Generation for Meer community by VSSM

VSSM’s efforts heralding a gradual change in the lives of extremely marginalised communities…...

Livelihood Generation for Meer Community of Gujarat By VSSM
Livelihood Generation for Meer Community of Gujarat By VSSM
Samakhiyali region in Kutchh has a sizeable population of families from Meer Community. These families earn their living by working as menial labour, goat farming, selling lace and borders etc. VSSM has been working towards helping these families get their identity documents, livelihood etc. The  families have received Voter ID cards and Ration Cards. Families who have been given loan by VSSM have began earning well from new ventures they have created. 

One such family is of Fatehbhai and Kaliben - an extremely hard working couple. Fatehbhai earns from goat and sheep farming, selling the sheep wool for living. The earnings are low because he could afford to  buy and rear on 7 to 10 of these cattle. Fatehbhai wanted to change his profession so he  requested Vicharta Samuday Samarthan Manch - VSSM to lend him Rs. 15,000 to buy lace and borders (VSSM had supported some individuals in the settlement for the same). He bought the material from Surat. Now the couple sells lace in the bazaar of Samakhiyali and Bhacahu and if there is a need  they also go to villages. The business is good enabling them to pay Rs. 1000 as instalment and save Rs. 500 every month.   

“Life seems to be changing for better now. Gone are the days when we had to drink water to and fill our hungry stomach. We have also bought a barrel to store grains. The earning is enough to help us buy good  amount of food. Your trusting us and lending money has been a blessing otherwise who keeps faith in people who wander, have no permanent address!!” shared Fatehbhai.

Livelihood Generation for Meer Community of Gujarat By VSSM
Livelihood Generation for Meer Community of Gujarat By VSSM
Fatehbhai is contemplating to enrol his children in VSSM run hostel in Bhachau. This particular hostel was a Balghar before and now with support of Arati Foundation it will be functioning as a hostel. 

The efforts we have been putting in with the support of our well-wishers and supporters is gradually changing lives of some of the most marginalised communities and vulnerable sections of society. We are extremely grateful for all of yours unflinching support. 

The picture is of Fatehbhai with his home in the backdrop and with Kaliben selling lace and borders...

વિચરતા પરિવારોને પગભર કરવાની vssmની મથામણ હવે રંગ લાવી રહી છે...

કચ્છના સામ્ખ્યારીમાં મીર પરિવારો રહે. આ પરિવારો છૂટક મજૂરી, બકરાં પાલન અને લેસપટ્ટી લાવીને વેચવાનું કામ કરે. આ પરિવારોને તમામ નાગરિક અધિકારો મળે એ માટે vssm પ્રયત્નશીલ છે. મતદારકાર્ડ, રેશનકાર્ડ આ પરિવારોને મળી ગયા છે. એમનામાનાં કેટલાકને આપણે વ્યવસાય માટે લોન પણ આપી છે. 
વસાહતમાં રહેતાં ફતેહભાઈ અને કાળીબહેન ખુબ મહેનતુ પણ બે છેડા ભેગા કરવાં હમેશાં મુશ્કેલ બને. ફતેહભાઈ ઘેટાં -બકરાં પાલનનું કામ કરે અને તેનું ઊન વેચીને ગુજારો કરે. વળી બકરાં પણ ૭ થી ૧૦ની સંખ્યામાં વધારે ખરીદવાનાં પૈસા ના હોય એટલે માંડ માંડ પુરુ થાય. આ વસાહતમાં રહેતાં લોકોને વ્યવસાય માટે આપણે લોન આપી એટલે ફતેહભાઈએ પણ લેસપટ્ટી લાવીને વેચવા માટે રૂ.૧૫,૦૦૦ની લોન આપવા વિનંતી કરી. ફતેહભાઈને વ્યવસાય બદલવો હતો. આપણે લોન આપી. તેઓ સુરતથી લેસ લાવ્યા. હવે કાળીબહેન અને ફતેહભાઈ સામ્ખ્યારી અને ભચાઉના બજારમાં બેસીને અને જરૂર પડે આ વિસ્તારના ગામડાઓમાં ફરીને લેસ વેચે છે. સારું મળતર મળે છે. vssm માંથી લીધેલી લોનનો માસિક રૂ.૧,૦૦૦ નો હપ્તો ભરે છે અને બેંકમાં રૂ.૫૦૦ ની બચત કરે છે. 

ફતેહભાઈ સાથે ધંધો બરાબર ચાલે છે કે નહિ? એ અંગે વાત કરી તો એમણે કહ્યું, ‘જીવન બદલાઈ રહ્યું છે. સાચું કહું તો પાણી પીને હવે પેટ ભરવું નથી ભરવું પડતું. અનાજ ભરવા નવું પીપડું પણ ખરીદ્યું છે. હવે સામટુ અનાજ ખરીદી શકાય એટલા પૈસા મળે છે. અમે રાજી છીએ. અમે વિચરતી જાતિના. અમારા સરનામાં ના હોય. આવામાં અમારા પર ભરોષો કરીને અમને લોન આપવાનું કોણ કરે? સંસ્થા અમારી સાથે છે એનો આભાર માનીએ છીએ.’ ફતેહભાઈએ એમના બાળકોને ભણવા માટે ભચાઉમાં જ vssm દ્વારા અને આરતી ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી ચાલતા બાલઘર કે જે હવે હોસ્ટેલના રૂપમાં પણ કામ કરશે ત્યાં ભણવા મુકવાનું નક્કી કર્યું છે. બદલાવ આવી રહ્યો છે જેનો આનંદ છે.. આ કામ આપ સૌ દાતાઓની મદદ વગર સંભવ નહોતું. સૌ સાથે છો એનો આનંદ અને મદદ માટે  હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

ફોટોમાં ફતેહભાઈ જે સ્થિતિમાં રહે છે એ જોઈ શકાય છે અને બીજા ફોટોમાં ફતેહભાઈ અને કાળીબહેન લેસપટ્ટીનો વેપાર કરતા જણાય છે. 

No comments:

Post a Comment