Thursday 25 June 2015

Women Empowerment for Nomadic Communities Women by VSSM

Creating opportunities of starting independent business for women of nomadic communities….

Madhuben Raval resides in Deesa’s Regiment area. Having learnt tailoring she looked forward to start her own tailoring venture  but lack of funds  to buy a sewing machine stopped her from taking the plunge. Since she was was aware of VSSM providing loans to nomadic individuals  wishing to start their own small venture, Madhuben approached VSSM’s team member Maheshbhai with a request of a loan for buying a sewing machine. VSSM lent her Rs. 10,000 for the same. The neighbourhood where Madhuben resides has a tailoring shop so finding work was a challenge initially but Madhuben is working her way out, she has spread a word about her new venture and work has began to flow in. She earns RS. 100 daily and is happy about it because working from home means  she can take care of the house and family as well. She is also teaching tailoring to  her elder daughter who also helps her mother once she is back from school  both of them together are managing work well.
Women Empowerment for Nomadic Communities Women by VSSM
Madhuben - Independent Business Woman
from Nomadic Communities


The rising cost of living is making it increasingly necessary for both husband and wife to earn and manage the family finances, the Nomadic Communities who have lost their traditional occupations where women’s contribution was at par with men, are in deep dilemma but with families prepared to hone new skills and such opportunities being created the future sure looks upbeat for them...

In the picture Madhuben with her sewing machine….


વિચરતી જાતિની બેહનો પણ હવે વિ.એસ.એસ.એમ. ની મદદથી સ્વતંત્ર વ્યવસાય કરતી થઇ..

મધુબેન રાવળ ડીસામાં રીજમેન્ટમાં રહે. તેઓ સીવણ શીખ્યા હવે ધંધો કરવો હતો પણ સિલાઈ મશીન લાવવા પૈસા નહોતા. વિ.એસ.એસ.એમ. દ્વારા રીજમેન્ટ વિસ્તારમાં રેહતા વેરશીભાઈને રૂપિયા ૩૦,૦૦૦ રીક્ષા ખરીદવા માટે લોન આપી હતી આ અંગે મધુબેન જાણે એટલે એમને પણ સંસ્થાના કાર્યકર મહેશને સિલાઈ મશીન ખરીદવા માટે લોન આપવા વિનંતી કર.  આપણે રૂપિયા ૧૦,૦૦૦ની લોન આપી અને તેઓ મશીન લાવ્યા.

આમ તો કામ મેળવવું થોડું મુશ્કેલ હતું. મધુબહેન જ્યાં રેહતા ત્યાં બાજુમાં જ દરજીની દુકાન હતી પણ મધુબહેનને વિશ્વાસ હતો કે ધીમે ધીમે કામ મળશે. તેમણે પોતાની આવડતનો પ્રચાર પણ કર્યો. ધીમે ધીમે ફાટેલાં કપડાંને સિલાઈ, થીગડું મારી આપવાનું કામ મળવા લાગ્યું. સાડીને ફોલ બિડીંગ કરવાનું કામ પણ હવે મળે છે. રોજના ૧૦૦ રૂપિયા જેવું મળી રહે છે. મધુબહેન કહે છે, ‘હાલ તો કામની સાથે સાથે ઘર પણ સચવાય છે. મારી મોટી દીકરી ભણવામાં ઠીક છે તેને સિલાઈ શીખવાડવી છે જેથી ભવિષ્યમાં અમે બંને મશીન પર કામ કરી શકીએ.’

ઘરની અર્થ વ્યવસ્થા બરાબર જળવાઈ રહે એ માટે પતિ-પત્ની બંને કામ કરે તે જરૂરી છે. વિચરતી જાતિઓમાં આમ તો આવી જ વ્યવસ્થા હતી પણ પરંપરાગત વ્યવસાયો છૂટતા સ્ત્રી વર્ગે શું કરવું તે મૂંઝવણ હતી પણ હવે તેનો ઉકેલ પણ ધીમે ધીમે આવી રહ્યો છે...

ફોટોમાં મધુબહેન એમના સિલાઈ મશીન સાથે..

No comments:

Post a Comment