Thursday 16 July 2015

Babubhai Bajaniyaa starts his independent venture from VSSM’s support.

Babubhai and his wife at their kiosk
Babubhai Bajaniyaa of Kuvaradgaum in Patan’s Sankheshawar district sings Bhajan’s - devotional songs, to earn his living. Along with singing Bhajan’s he also has developed a knack of repairing musical instruments. But both these activities weren’t enough to meet family’s financial needs, requiring Babubhai and his wife to work as masons. With three school going kids money has alway been an issue with this family. 

Babubhai got to know about VSSM’s initiative of providing interest free loan to needy but enterprising and hard working individuals from Nomadic communities. Babubhai shared his idea of owning a shop of selling and repairing musical instruments  requesting a loan of Rs. 20,000. VSSM’s Mohanbhai recommended Babubhai’s request to the organisation after understanding the feasibility of his  proposal. 

Babubhai has opened a small kiosk types shop ( as seen in the picture)  in Sankheshwar for sales and repairs of musical instruments. More than sales lot of repair jobs come his way. The folk musicians of the region know him, call up and come to get their instruments repaired. Along with the shop Babubhai continues to work as mason so the income has doubled. “Earlier running the household was an issue so saving for rainy day was out of question whereas he dual income now enables us to save,”confesses Bachubhai. 

Babubhai and his wife at their kiosk….

vssmની મદદથી વિચરતા સમુદાયના બજાણીયા બાબુભાઈ પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરતા થયા
પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકાના કુવારદગામમાં રહેતાં બાબુભાઈ બજાણિયા ભજન કલાકાર છે. ભજન ગાતા ગાતા તબલાં અને અન્ય સંગીતના સાધનો રીપેર કરવાની સૂઝ પણ બનતી ગઈ. ભજન ગાઈને ઘર ચાલે નહિ એટલે પતિ –પત્ની બંને કડિયા કામ કરે. પરિવારમાં ત્રણ બાળકો અને એ બધા જ ભણે. પણ બાળકોના ભણતરનો અને ઘર ચલાવવાનો ખર્ચ ભેગો કરવો બાબુભાઇને મુશ્કેલ પડે. 

vssm દ્વારા વિચરતા પરિવારોને પગભર થવા સ્વતંત્ર વ્યવસાય કરવા માટે લોન આપવામાં આવે છે એ અંગેના સમાચાર બાબુભાઇને મળ્યાં. એમણે vssmના એ વિસ્તારના કાર્યકર મોહનભાઈનો સંપર્ક કર્યો અને પોતે સંગીતના સાધનોની દુકાન નાખવા ઈચ્છે છે અને એ માટે રૂ.૨૦,૦૦૦ની લોન vssmમાંથી મળે તો આખું કામ સરસ થઇ શકે એમ છે એમ એમણે જણાવ્યું. મોહનભાઈએ બાબુભાઈ ક્યાં દુકાન કરવાના છે વગેરે વિગતો જાણી અને vssmમાં બાબુભાઈને લોન આપવા સંદર્ભે અરજી કરી.

બાબુભાઈએ નાની દુકાન- આમ તો ફોટોમાં દેખાય છે એ ગલ્લા જેવી દુકાન શંખેશ્વરમાં કરી અને સૌ બાબુભાઈને ડબગર તરીકે ઓળખવા લાગ્યા છે. તેઓ સંગીતના સાધનો વેચે અને રીપેર પણ કરે. જોકે વેચાણ કરતા રીપેરીંગનું કામ વધારે મળે છે. હવે બાબુભાઈ કાયમ દુકાન પર બેસતાં નથી, હા કામ ના હોય એ સમયે તો એ દુકાન પર જ હોય પણ હવે એ વિસ્તારના તબલચી પાસે બાબુભાઈના નંબર છે એટલે જરૂર પડે બાબુભાઇને ફોન કરીને જ દુકાન ખુલ્લી હોય એવા વખતે તેઓ રીપેરીંગના કામ માટે જાય છે. જયારે બાબુભાઈ પણ દુકાનની સાથે સાથે કડીયાકામ કરે છે એટલે આવક પણ સારી મળે છે. બાબુભાઈ કહે છે, ‘પહેલા બચત નહોતી થતી ઘરનું માંડ પુરુ થતું, પણ હવે બચત થાય છે. મારી પત્ની પણ કામ કરે છે.. એટલે પ્રમાણમાં સારી એવી બચત થાય છે..

ફોટોમાં બાબુભાઈ તેમના પત્ની સાથે પોતાની દુકાનમાં..

vssmની મદદથી ઘણા પરિવારો લોન લઈને સ્વતંત્ર વ્યવસાય કરતા થઇ ગયા છે. આ પરિવારોને આર્થિક રીતે પગભર કરવા લોન આપવા માટે vssmમાં ભંડોળ આપનાર સૌ સ્વજનોનો  આભાર માનીએ છીએ..

No comments:

Post a Comment