Friday 9 October 2015

A joint meeting between the officials of Kalupur Bank and the women of nomadic communities for better financial management..

Shri. Himmatbhai Shah addressing the women of
nomadic communities,  who have taken loans from
The Kalupur Cooperative Bank. 
In last couple of years VSSM has taken up one mammoth task and i.e to create an environment for the nomadic communities to earn a dignified living and thus break from the shekels of poverty and exploitation. VSSM has been providing small loans to the individuals willing to start their own venture, purchase means to earn living etc. As an organisation, we are trying our level best to reach to as many individuals possible but being an organisation with limited resources we have our limitations. We can’t match the ability of any bank or financial organisation. There are many banks but the question is of providing loans to nomads who do not have all the required documents!! no bank agrees to venture in such territories. Absence of the necessary documents  and other processing requirements like a guarantor etc. means such families are refused access to funds from formal financial institutes. Under such circumstances we found the understanding and sympathetic approach of The Kalupur Commercial Cooperative Bank. The office bearers of this institute could grasp the ground realities of these families, they made some amends in the rules by relaxing them a bit  and  agreed to extend financial support to the nomadic families.  As a result 208 individuals, of which women are more, have been granted loans for livelihood in the past 6 months. The loans have also been extended to 132 individuals for construction of homes.

On 24th September 215 we had a meeting at the Sadvichar Campus, for  the women who have taken livelihood loans from the bank. The meeting was primarily to brief them about the nitty-gritties of banking and how to maintain a healthy relationship with the  bank, the talks focused on timely repayment of instalments, savings etc. On behalf of the bank Shri. Himmatbhai Shah remained present and from VSSM Ilaben, Chayaben, Madhuben, Amiben all of whom are actively engaged in tackling the issues of thees families remained present in this session.

Apart from supporting them with small loans we are also guiding them on managing their finances better with emphasising on inculcating the habit of regular savings. Most of the time these families work when they have need for money if on some days they earn enough to last for a couple of days, they wouldn’t go to work until they had that money. This is a habit they have formed and may be following from their past generations. VSSM is staving to change such inherent practices and free them from the dependence of money lenders and churning in the cycle of debt and poverty.

vssmની મદદથી કાલુપુરબેન્કમાંથી લઘુ ધિરાણ લઈને વ્યવસાય કરતી વિચરતી જાતિની બહેનો સાથે ધિરાણ, બચત વગેરે સંદર્ભે બેઠક યોજાઈ

વિચરતા પરિવારોને વગર વ્યાજે લોન આપીને આ પરિવારોને આર્થિક રીતે સક્ષમ કરવાનું કામ vssm કરે જ છે પણ નાણાંકીય રીતે બહોળા સમાજ સુધી પહોચવામાં સંસ્થાગત રીતે આમારી મર્યાદા આવી જાય. પણ જો બેંક આ પરિવારોને ધિરાણ કરવા આગળ આવે તો ઘણું કામ થઇ શકે. જોકે બેંકો ઘણી છે પણ વિચરતી જાતી પાસે પોતાના ઓળખના આધારો ના હોય ક્યાંક આધારો હોય તો ઘર પાકું ના હોય, એમની બાહેંધરી લેનાર બીજું કોઈ ના હોય. આ સ્થિતિમાં એમને સમજી એમના માટે સહાનુભુતિ દર્શાવી એમને ધિરાણ કરવાનું થોડું મુશ્કેલ લાગતું. પણ કાલુપુર બેંક અને બેંક સાથે જોડાયેલા હોદ્દેદારો આ બાબતે આગળ આવ્યાં અને એમણે આ પરિવારોને ધિરાણ માટે તૈયારી દર્શાવી. લોન માટે જરૂરી દસ્તાવેજો માટે એમણે થોડા નિયમ હળવા કર્યા અને એના કારણે vssmની મદદથી છેલ્લા ૬ મહિનામાં ૨૦૮ વ્યક્તિઓ જેમાં બહેનોની સંખ્યા મોટા પ્રમાણમાં છે એમને લઘુ ધિરાણ આપ્યું. બેંક દ્વારા વિચરતી જાતિને ફક્ત વ્યવસાય માટે જ નહિ પણ એમનું ઘર બાંધવા માટે પણ ઓછા વ્યાજે ૧૩૨ વ્યક્તિઓને લોન આપવામાં આવી.

વ્યવસાય માટે જેમણે લોન લીધી છે એવી બહેનોની એક બેઠક તા.૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ સદવિચાર પરિવાર કેમ્પસમાં આયોજિત કરી. જેમાં તમામ બહેનો હાજર રહી. આ બેઠકમાં બેંક સાથેનો વ્યવહાર, બચત, લોનના હપ્તાની સમયસર ચુકવણી વગેરે બાબતે વિગતે વાત કરી.. બેકમાંથી આદરણીય શ્રી હિમ્મતભાઈ શાહ અને બેન્ક્નો અન્ય સ્ટાફ સાથે vssmની અમદાવાદની ટીમ કે જેઓ સક્રિય રીતે આ કામમાં કરી રહ્યા છે એવા ઇલાબહેન, છાયાબહેન, મધુબહેન, અમીબહેન પણ ઉપસ્થિત રહ્યા અને સૌ બહેનોને માર્ગદર્શન આપ્યું..

વિચરતી જાતિના લોકો મહેનતુ છે પણ પૈસાનું આયોજન આવડતું નથી એટલે ગરીબીમાંથી બહાર આવી શકતા નથી.. દા.ત. સરાણીયા છરી ચપ્પુની ધાર કાઢે. રોજ સરણ લઈને કામે નીકળે અને રૂ.૫૦- ૬૦ કે રૂ.૧૦૦ નું કામ કરે ક્યારેક નસીબ સારું હોય તો વધારે કામ થાય.. આ આવકમાંથી થોડી પણ બચત આ પરિવારો ના કરે. કરવું નથી એમ નથી પણ એ સમજણ જ નથી... ઉલટાનું જે કમાયા છે એ જ્યાં સુધી ખૂટે નહિ ત્યાં સુધી કામે ના જાય.. આ સમજણ એમના કોઠે પડી ગઈ છે એમાંથી એમને બહાર લાવવાનું પ્રથમ કરવાનું છે.. અને આ વિગતો આ પરિવારો સમજતા થશે તો નાના ટેકાથી પણ તેઓ ઘણું કરી શકશે..
vssmની મદદથી કાલુપુરબેન્કમાંથી લઘુ ધિરાણ લઈને વ્યવસાય કરતી વિચરતી જાતિની બહેનોને સંબોધતા બેંકના કર્મચારી શ્રી હિમ્મતભાઈ શાહ

No comments:

Post a Comment