Monday 26 October 2015

VSSM’s interest free loans helps the Devipujak families increase the scope of their business...

Naranbhai Devipujak with the statues they create 
Naranbhai Devipujak stays in Rajkot along with his wife and son. Their son works in a hotel, earning Rs. 3000 a month and it is this money that maintains the family. Naranbhai is skilled at making statues but starting an independent business of making statues requires capital investment, which Naranbhai did not have. Hence, Naranbhai works as a daily labour at one of the units that makes statues, finding work only during the season rest of the year he just whiles away his time….Since VSSM has worked with these families, Naranbhai knew VSSM, he requested a loan of Rs. 20,000 for making the statues for the festival of Ganesh Chaturthi. He made statues for the festival of Ganesha Chaturthi and Navratri. 

VSSM’s interest free loans helps the Devipujak families
increase the scope of their business...
Normally, one has to start making the statues before almost 4 months but Naranbhai requested for loan quite late and he just had one and half months of time left. But he still managed to make profit of Rs. 10,000!! What to do with the money was the question he asked VSSM’s Kanubhai. Money management is not a subject the nomads are comfortable with. Since he also is skilled at hand making various knotted ropes for cattle he was advised to do so. With Rs. 10,000 he bought threads and strings to make ropes. He now works from home earning Rs. 50 to Rs. 150 everyday. He is delighted with this new found financial freedom. “ You don’t just help us start a business, but also on how to do good in business. We will never forget your help and support in this life,” say a rather relieved and happy Naranbhai. 

VSSM is glad to be instrumental is helping people realise their potential…

In the picture Naranbhai busy doing what he knows the best….

નારણભાઈ મારવાડી દેવીપૂજક પત્ની અને એક દીકરા સાથે રાજકોટમાં રહે. દીકરો હોટલમાં કામ કરવા જાય અને મહીને રૂ.૩,૦૦૦ પગાર આવે એમાંથી એમનું ઘર ચાલે. નારણભાઈ મૂર્તિ બનાવવાનું કામ જાણે પણ એમાં મૂડી રોકાણ જોઈએ. એ નહોવાથી બીજા લોકો મૂર્તિ બનાવે એમના ત્યાં દાળિયા મજૂર તરીકે મૂર્તિની સિઝનમાં કામે જાય. બાકીના સમયમાં એમની ભાષામાં કહીએ તો ‘નવરાં’. રાજકોટમાં રહેતાં આ પરિવારો સાથે vssm કામ કરે. નારણભાઈએ આ વખતે ગણેશ ચતુર્થી પહેલાં મૂર્તિ બનાવવા vssm પાસેથી લોનની માંગણી કરી અને આપણે વગર વ્યાજે રૂ.૨૦,૦૦૦ની લોન આપી. જેમાંથી એમણે ગણેશ અને નવરાત્રીને ધ્યાનમાં રાખીને માતાજીની મૂર્તિ બનાવવાનું કર્યું.

આમ તો લોન માટે એમણે ખુબ મોડેથી અરજી કરી. દોઢ જ મહિનો સીઝનમાં બાકી હતો છતાં એમણે જૂની મૂર્તિ લાવીને એના ઉપર કામ કરીને રૂ.૧૦,૦૦૦નો ચોખ્ખો નફો કર્યો. આ પૈસાનું શુ કરવું એ પાછું એમણે vssmના કાર્યકર અને એમના પ્રશ્નો સંદર્ભે કામ કરતાં કનુભાઈને પૂછ્યું. નારણભાઈ દોરડામાંથી રાંઢવા, બળદ અને ભેંસ માટે મોયડા, જોતર બનાવવાનું જાણે અને ક્યારેક ક્યારેક એ આ કામ કરી પણ લે. કનુભાઈએ રૂ.૧૦,૦૦૦ માંથી દોરી લાવીને ઘેર બેઠા આ કામ શરુ કરવા કહ્યું અને નારણભાઈએ આ કામ આરંભ્યું.. એમની આવડત એટલી સરસ છે અને એમને મજા પણ પડે છે. રોજના રૂ.૫૦ થી લઈને રૂ.૧૫૦ સુધીનું કામ એ કરવા માંડ્યા છે. એ ખુબ રાજી છે એ કહે છે, ‘તમે ધંધો કરવામાં તો મદદ કરો જ છો પણ એ ધંધામાં આગળ કેમ અવાય એ પણ શીખવાડો છો. અમે જીવશું ત્યાં લગણ તમારો ઉપકાર નહિ ભૂલીએ અને અમે ખુબ કામ કરીશું.’ 

દરેક પરિવારો પોતાની ક્ષમતા પ્રમાણે સદ્ધર થઈ રહ્યાં છે જેનો આનંદ છે. 
ફોટોમાં પહેલાં મૂર્તિનું અને હવે દોરડાં પર રાંઢવા વગેરે બનાવવાનું કામ કરતાં નારણભાઈ


No comments:

Post a Comment