Tuesday 6 October 2015

VSSM’s support helps Pinkubhai extend his business…

Pinkubhai Devipujak busy at work..
Pinkubhai Devipujak is a resident of Bhachau town in Kutchh. He and his family have been in the town for many years. Pinkubhai is physically challenged so his education got restricted and the opportunities of work aren’t many either. He earns his living by selling second hand clothes, clothes he purchases on credit  from Bhachau market. The income wasn’t decent but the could manage to sustain the family in limited means.

Pinkubhai’s elder son is a student of Satyam Balghar, so somedays as a parent he would visit the center to learn more on his son’s progress. During one such general interaction with Baldost Ishwarbhai he shared his occupational woes. “It would be more profitable if the clothes were purchased from Surat rather than Bhachau, but all that would require lot of capital investment and hence can’t do much about it,” he lamented.

Ishwarbhai requested VSSM to support Pinkubhai with an interest free loan of Rs. 15,000. The loan was sanctioned and Pinkubhai brought lots and lots of clothes from Surat. Since his clothes were different from the ones sold in the Bhachau his sales grew and income increased, profits increased.

Such financial support from VSSM is helping families build a sound financial future and nurture their dreams of a secured tomorrow.

કચ્છના ભચાઉમાં દેવીપૂજક પીન્કુભાઈ પરિવાર સાથે રહે. પીન્કુભાઈ પગે અપંગ છે. ઝાઝું ભણતર નહિ અને અપંગ હોવાના કારણે ભારે કામ કરી શકે નહિ. એટલે ભુજથી જુના કપડાં લાવીને બજારમાં વેચાવનું કામ કરે. આર્થિક હાલત એટલી સારી નહિ એટલે ઉધારમાં સામાન લાવે અને વેચે. વેપારી પણ ઉધાર માલ ઝાઝો આપે નહિ પણ ઘરનું ગાબડું ચાલ્યા કરતુ કરતુ.


પીન્કુભાઈનો મોટો દીકરો vssm સંચાલિત અને આરતી ફાઉન્ડેશનની મદદથી ચાલતા સત્યમ બાલઘરમાં ભણવા માટે આવે. ક્યારેક બાળકો બરાબર ભણે છે કે નહી એની તપાસમાં પીન્કુભાઈ પણ આવે. vssm ના કાર્યકર અને બાળકોના બાલદોસ્ત ઈશ્વર સાથે વાત કરે. એમાં એક વખત ધંધામાં ઝાઝું મળતર નથી મળતું એ અંગે વાત થઇ. ભુજ કરતા સુરતથી માલ લાવીને વેચે તો વધારે ફાયદો થાય એવું પીન્કુભાઈએ કહ્યું પણ મૂડી રોકાણ માટે પાસે પૈસા નહોવાથી આ બાબતે કશું કરી શકાતું નહોતું.

ઈશ્વરે પીંકુભાઈને રૂ.૧૫,૦૦૦ની લોન આપવા vssmમાં ભલામણ કરી અને એ લોનમાંથી એ સુરત જઈને સામાન લાવ્યા.. વધારે સામાન અને વેરાયટી ઘણી મળી એટલે ઘરાકી વધી.. નફો પણ સારો થાય છે.

vssm પાસેથી વગર વ્યાજની લોન લઈને પરિવારો સ્વતંત્ર વ્યવસાય કરતા થઇ ગયા છે.. બસ સૌ સારું કમાય અને આર્થિક રીતે સદ્ધર બને કોઈ પાસે એમણે હાથ લાંબા ના કરવા પડે એવી સ્થિતિ પર કુદરત એમને ઝડપથી લઇ આવે એવી પ્રાર્થના સાથે...

ફોટોમાં vssmની મદદથી વગર વ્યાજની લોન લઈને કપડાનો વેપાર કરતાં પીન્કુભાઈ

No comments:

Post a Comment