Wednesday 6 January 2016

Bajania Babiben started her independent profession through VSSM

Babiben Bajania with her small shop,
set up with help of vssm’s loan.     
Bajania Babiben lived in Khathigam (village) of Sami Taluka of Patan district. She had a brain disease and hence could not lift weight or do any physical work. Her husband Mansinghbhai did brick-masonry and agriculture and farm labour. One young son also did casual labour. Babiben had lot of time available after doing her household work and before her brain disorder, was keeping herself constantly busy. Therefore she was in search of work that could be performed at home.


Babiben came to know that through vssm, Nomadic Tribes were allotted interest free loans to set up their own independent profession. Therefore she contacted vssm’s worker Mohanbhai of this area and requested him to allot her loan of Rs 20,000 for establishing  a small shop outside her habitat where the village begins. Because we knew these families well enough, we allotted loan to her.

The income is very good in this shop, as informed by her. ‘The large number of customers buy in good quantity as my shop is on the entrance of the village. I want to expand business in future and open a big grocery shop’. Smilingly adds also, ‘after sickness there was no work but now no spare time is available’ Babiben repays Rs. 2000 every month for the vssm’s loan and simultaneously saves a tiny amount also. We wish and hope that all Nomadic Tribes people achieve economical and financial  independence with their entrepreneurial talents.

પાટણ જીલ્લાના સમી તાલુકાના કાઠીગામમાં બજાણીયા બબીબહેન રહે. બબીબહેનને મગજની બીમારી એટલે વજન ઉપાડવાનું કે શારીરિક શ્રમ વાળું કામ એ કરી ના શકે. પતિ માનસિંગભાઈ કડીયાકામ અને ખેતમજૂરી કરે. એક જુવાન દીકરો પણ છૂટક મજૂરી કરે. બબીબહેનને ઘરકામ કર્યા પછી ઘણો સમય મળતો અલબત મગજની બીમારી નહોતી તે પહેલાં તો તેઓ સતત કાર્યરત રહેતાં. એટલે ઘેર બેઠા કોઈ કામ થાય એની એ શોધમાં હતાં.

vssm દ્વારા વિચરતા પરિવારોને સ્વતંત્ર વ્યવસાય માટે વગર વ્યાજની લોન આપવામાં આવે છે એ અંગે બબીબહેને જાણ્યું. એમણે vssmના આ વિસ્તારના કાર્યકર મોહનભાઈ સાથે સંપર્ક કર્યો અને પોતાની વસાહત બહાર કે જ્યાંથી ગામની શરૂઆત થાય છે ત્યાં નાની દુકાન નાખવા રૂ.૨૦,૦૦૦ ની લોન આપવા કહ્યું. આ પરિવારોને જાણતા હોવાના કારણે આપણે એમને લોન આપી.

દુકાનમાં વકરો ખુબ સારો થાય છે. એમના કહેવા પ્રમાણે, ‘ગામમાં પેસતા જ મારી દુકાન આવે છે એટલે ઘરાગી સારી રહે છે. ભવિષ્યમાં મારે કરીયાણાની મોટી દુકાન કરવી છે.’ વળી હસતા હસતા ઉમેરે છે, ‘ બીમાર થયા પછી કોઈ કામ નહોતું અને હવે સમય નથી.’ બબીબહેન દર મહીને vssmની લોનના હપ્તા પેટે રૂ.૨,૦૦૦ ભરે છે સાથે સાથે નાની બચત પણ કરે છે.

વિચરતા તમામ લોકો આર્થિક રીતે સ્વતંત્ર થાય એવી અભ્યર્થના..
બબીબહેન બજાણીયા vssm પાસેથી લોન લઈને કરેલી પોતાની નાનકડી દુકાન સાથે..

No comments:

Post a Comment