Thursday 4 February 2016

VSSM helps Devipujak families For Livelihood

VSSM’s interest free loans helps the Devipujak family increase the scope of their business...
Earning well, saving well and working towards increasing their productivity and profit margins!!!!

The Aadinath, Odhav suburb of Ahmedabad has makeshift homes of around 20 Devipujak families. These families earn their living by making brooms. Highly skilled in their craft,  each family can easily make as many are 1,500 brooms a month.  It does not end at making they also manage to sell everything they make. 

Whenever they have balance of Rs. 6,000 to 7,000, they bring the required raw material, a special type of grass of which brooms are made. In cases when they do not have cash reserves they take loan from some one on very high rate of interest. Everything they earned ends up in supporting the family and paying high interest rate on the loan. Saving even little was always out of question. 

A year ago these families came to VSSM office in Ahmedabad. The reason for the visit was basically to find support and solution to the basic amenities issues and applications for ration card, voter ID cards etc. There was discussion about their livelihood, what is that they do to earn, do they save money etc.? The answer to savings question was a ‘No.’ We explained to them about opening an account with some bank and begin saving. We also helped them with the Voter ID cards

VSSM’s interest free loans helps the Devipujak family increase the scope of their business...
After almost 6 months all these families once again came to VSSM office. This time they came with their bank pass books. Most of them had managed to save more than Rs. 5,000/-. They had listened to what we had asked them to do. 

While talking to them we could understand the issues they were facing with their livelihood. The grass they were buying to make brooms was turning out to be expensive purchase because they could buy only one stack. If all of them bought it together in bulk it comes out to be a cheaper option. It would also give them liberty to make enough stock first and go for selling later. It isn’t difficult if the making and selling rhythm is maintained. But it becomes challenging when they run out of money to buy further stocks the required raw material. 

VSSM’s interest free loans helps the Devipujak family increase the scope of their business...
They requested for a loan from VSSM as taking money from private moneylenders proves to be very expensive. The interest rates are so high that it eats away their profits. VSSM decided to give 3 individuals from the community an interest free loan of Rs. 30,000 each. On getting the money they purchased grass in bulk, made enough brooms and went for selling only after that. Such judicious planning helped them to earn and save well. 

Bhalabhai and Chaganbhai even bought a moped to increase their productivity. Now they no longer go for selling on a bicycle. But use the moped, which enables them to cover more areas and increase sales. “Now earning isn’t an issue, managing the money is a challenge, but we have VSSM team member Chayaben guiding us on how to manage our savings. We are planning to buy the grass directly from Assam. If we can do that our profits will increase tremendously. If you can help us in this matter and find some suppliers in Assam things will become easier for us.” requested the duo.  We are sure with such zeal and optimism the future sure looks brighter and better for them..

vssmની લોનથી વેપાર વિસ્તાર્યો અને બચતની સાથે સાથે લ્યુના પણ ખરીદ્યું..

અમદાવાદના આદિનાથ, ઓઢવમાં છાપરાં બાંધીને દેવીપૂજક પરિવારો રહે અને સાવરણી બનાવવાનું કામ કરે. આ પરિવારોની સાવરણી બનાવવાની ઝડપ એટલી કે એક મહિનામાં એક પરિવાર ૧૫૦૦ જેટલી સાવરણી આરામથી બનાવી લે અને વેચી પણ શકે. 

સાવરણી બનાવવા એ પાસે રૂ. ૬૦૦૦ કે ૭૦૦૦ ભેગા થાય એટલે ઘાસની ગાંસડી ખરીદે અને એમાંથી સાવરણી બનાવે અને વેચે. ક્યાયેક સગવડ ના હોય તો વ્યાજવા પૈસા લાવે. આમ કમાય ખરા પણ વ્યાજ અને એની માથાકુટના કારણે આર્થિક સ્વતંત્રતા ના આવે.

એક વર્ષ પહેલાં આ પરિવારોને vssmના કામો અંગે માહિતી મળી એટલે મળવા માટે કાર્યાલય પર આવ્યાં. મૂળ તો પીવાનું પાણી, લાઈટ, મતદારકાર્ડ, રેશનકાર્ડ નહોવાના એમના પ્રશ્નો હતાં પણ વાત વાતમાં એમના કામો અંગે વાત થઇ અને બચત કરો છો એવું પૂછ્યું? એમણે ના પાડી. આપણે બચત વિષે એમને સમજાવ્યું અને બેંકમાં ખાતું ખોલાવવા આગ્રહ કર્યો. એમના મતદાર પણ કાઢવી આપ્યા. 

 લગભગ છ મહિના પછી એ લોકો ફરી ઓફીસ પર આવ્યાં સાથે પાસ બુક હતી અને એમાં ૫,૦૦૦ ઉપરની રકમની બચત હતી. લગભગ ૨૦ પરિવારો છે પણ બધાએ આપણે કહેલી વાતને અમલી બનાવી હતી. 
એમની સાથે વાત કરતાં ખબર પડી કે ઘાસની ગાંસડી અત્યારે એ જે ભાવે લાવે છે એ એમને મોંઘી પડે છે પણ જો એક સામટી પાંચ કે એનાથી વધારે ગાંસડી ખરીદે તો ઘાસ સસ્તુ પડે અને એક સાથે માલ બનાવી એક સાથે વેચવાનું થઇ શકે. હાલ તો એક બાજુ સાવરણી બનતી જાય એમ એમ વેચવી જ પડે નહિ તો ઘરનું ગાડું અને સાવરણી માટેનું ઘાસ ના ખરીદી શકાય. 

vssm પાસે એમણે લોનની માંગણી કરી વ્યાજવા પૈસામાં તો બધું સરખું જ થઇ જાય છે એવું એમનું કહેવું હતું. આપણે શરૂઆતમાં વસાહતમાંથી ત્રણ વ્યક્તિને રૂ.૩૦,૦૦૦ લેખે પ્રત્યેકને લોન આપી. લોન પછી એ લોકો સામટું ઘાસ લાવ્યાં, એક સાથે સાવરણી બનાવી અને એક સાથે વેચાવાનું કર્યું. ખુબ સારો નફો થવા માંડ્યો. 
ભલાભાઈ અને છગનભાઈએ તો રોકડા પૈસા આપીને બે નવા લ્યુના ખરીદ્યા એ કહે છે એમ, ‘હવે માથે મુકીને સાવરણી વેચવાનું બંધ કર્યું.  હવે લ્યુના લઈને જ જાઉં છું અને વધારે ફરું છું. વેપાર પણ સારો થાય છે. બચત તો થવા જ માંડી છે આયોજન પણ vssm ના કાર્યકર છાયાબેને શીખવાડ્યું. હજુ આસામથી સીધું ઘાસ ખરીદીને લાવીએ તો વધારે નફો થાય. અમે એ બાજુ થોડું વિચારીએ છીએ. સંસ્થા ત્યાંના વેપારીને શોધવામાં મદદ કરે તો અમને ઘણો ફાયદો થાય.’

ફોટોમાં vssmની વગર વ્યાજની લોન લઈને સાવરણીનો વ્યવસાય વિસ્તારનાર ભલાભાઈ દેવીપૂજક, મનજીભાઈ દેવીપૂજક, છગનભાઈ દેવીપૂજક


No comments:

Post a Comment