Wednesday 6 April 2016

As a result of VSSM’s support, the increased regular incomes from independent trades enables the nomadic families save money on regular basis….

Dahyabhai with his daughter Payal who is
holding the bank fixed-deposits
VSSM had lent a loan of Rs. 30,000 to Dahyabhai Devipujak a resident of Odhav area of Ahmedabad. Dahyabhai stays in a shanty and earns living from making brooms (jhadu). Such substantial working capital helped him increase the income from his profession. Within six months he was able to pay back the loan VSSM had lent him. Since the loan has been repaid there is a potential to begin regular savings and that is what Dahyabhai has began doing. He listened to the advise given by VSSM’s Chayaben and made a fixed-deposits of Rs. 3,000 in the name of his daughter Payal. 

“Chayaben has very aptly explained the importance of regular savings, if I save today the money will help me in future. I want to educate my daughter well and the savings will help me achieve that..” says Dahyabhai who have absorbed the importance of regular savings very well….


Dakshaben managing her kiosk
Dakshaben Raval resides in Diyodar with her 3 years old son. Some marital dispute with her husband made her return to her widowed mother. Her mother earns from cleaning vessels at a nearby hotel. Dakshaben too began working with her mother. But thethere was no match between the rising cost of living and the income the duo earned after a hard day’s work. Dakshaben wished to change the nature of her work but was clueless on how to go about it. Since she knew the work done by VSSM in the region she went and net up Naran and request him to get her some more rewarding job!! Naran suggest she starts a small kiosk selling all the daily need stuff. The settlement did not have any thing like that hence the suggestion left  Dakshaben elated and upbeat. But the concern now was lack of capital to invest in setting up the kiosk. 

Naran helped Dakshaben obtain an interest free loan of Rs. 10,000 from VSSM, which enabled her set up a kiosk, thus enabling her to lead a financial independent life. “There is so much I did not know earlier but time is the best teacher, life has been difficult but now there is hope as things are falling in place. The kiosk is helping me earn well, I do not have to ask for money from anyone, I am not dependent on anyone” is any honest feedback by Dakshaben. 

The nomadic communities starting their independent trades and the consequent increased incomes have given them the much needed financial stability and some surplus that could be saved for future use. The VSSM team is trying hard to inculcate the habit of saving regularly..

vssmમાંથી લોન લઈને સ્વતંત્ર વ્યવસાય કર્યો હવે તેમાંથી બચત કરવાનું શરૃ કર્યું.

ડાહ્યાભાઈ દેવીપૂજક ઓઢવમાં છાપરાં બાંધીને રહે અને સાવરણી બનાવીને વેચે. vssmમાંથી તેમને ધંધો વિકસાવવા વગર વ્યાજની રુ.30,000ની લોન આપવામાં આવેલી. ધંધામાં વકરો સારો થતા તેમણે આ લોન 6 મહિનામાં જ ભરપાઈ કરી દીધી. સંસ્થાના કાર્યકર છાયાબહેનની દરેક વાત ડાહ્યાભાઈ માને અને તેમના કહ્યા પ્રમાણે ચાલવાની કોશીશ પણ કરે. 
ડાહ્યાભાઈએ છ મહિનમાં લોન ભરપાઈ કરી દીધી. એટલે બચત તો થવાની જ હતી. છાયાબહેને ડાહ્યાભાઈને પોતાની નાની દીકરી પાયલના નામે રુપિયા 3000 બેંકમાં ડીપોઝીટ કરવાની સલાહ આપી. ડાહ્યાભાઈએ આ વિગત માની અને ફીક્સ ડીપોઝીટ કરાવી. ડાહ્યાભાઈ કહે છે, ‘છાયાબેને બચતનું મહત્વ સમજાવ્યું. અત્યારથી થોડા થોડા પૈસા બચાવીશ તો આગળ જતા અમને જ કામ લાગવાના છે. પાયલને મારે ખુબ ભણાવી છે એટલે આ બચત કરી છે જે એના ભણતરમાં કામ લાગશે.’

દિયોદરમાં દક્ષાબેન રાવળ પોતાના ત્રણ વર્ષના દિકરા સાથે રહે. પતિ સાથે મતભેદ થતા તેઓ સાસરી છોડીને પિયર આવીને રહેવા લાગ્યા. દક્ષાબેનના મા વિધવા. તેઓ દિયોદરમાં આવેલી હોટલમાં વાસણ ઘસવાનું કામ કરે. દક્ષાબેન પણ તેમને કામમાં મદદરુપ થવા લાગ્યા પણ એમાં કાંઈ ઝાઝુ બચે નહીં. શું કરવું એની મુંઝવણ હતી. આવામાં vssmના કામથી પરિચિત દક્ષાબેને કાર્યકર નારણ પાસે જઈને કામ અપાવવા વિનંતી કરી. નારણે દક્ષાબેન જ્યાં રહે છે તે વસાહતમાં જ પરચૂરણ વસ્તુઓના વેચાણ માટે ગલ્લો ખોલવાની સલાહ આપી. મુળ તો તેમની વસાહતની આસપાસ ક્યાંય આ પ્રકારે નાની દુકાન નહોતી એટલે. દક્ષાબેન સાંભળીને રાજી થયા. ધંધો કરવાની તૈયારી પણ બતાવી પણ પાસે કાણીયો પૈસો નહીં. આવામાં ધંધો કેવી રીતે કરવો. 
નારણે તેમને vssmમાંથી વગર વ્યાજની રૃા.10,000ની લોન અપાવી. જેમાંથી તેઓ ફોટોમાં દેખાય છે તે સામાન લાવ્યા અને સ્વતંત્ર વ્યવસાય શરૃ કર્યો. 
દક્ષાબેન કહે છે એમ, ‘જીવનમાં એવું ઘણું હતું જે નહોતું આવડતું પણ સમયે બધુ શીખવાડી દીધું. સંસ્થાની મદદ નામ મળી હોત તો જીંદગી ખરાબ જ હતી પણ હવે બધુ ઠીક થવા માંડ્યું છે. ગલ્લો સારો ચાલે છે. હવે કોઈના ઓશિયાળા થઈને રહેવું નથી પડતું.’
વિચરતી જાતિના દરેક પરિવારો પગભર થાય સ્વમાનભેર રોજી રળતા થાય અને સૌથી અગત્યુનું તેઓ બચત કરતા થાય અને બચતનું મુલ્ય સમજતા થાય તેવો અમારો પ્રય્તન છે. સંસ્થાના નિષ્ઠાનવાન કાર્યકરો આ માટે હંમેશાં પ્રયત્નશીલ છે. 
ફોટોમાં ડાહ્યાભાઈ પોતાની દીકરી પાયલ સાથે. પાયલના હાથમાં બેંકમાં કરાવેલી ફીક્સ ડીપોઝીટ જોઈ શકાય છે. 
જ્યારે બીજા ફોટોમાં દક્ષાબેન રાવળ પોતાના ગલ્લા સાથે..

No comments:

Post a Comment