Wednesday 16 November 2016

VSSM’s support to Bhupatbhai Vansfoda has helped him avoid falling into trap of private money lenders..

Bhupatbhai Vansfoda's daughter and son in law
The 8 Vansfoda families have been living in Morbi’s Beri village for the last 20 years and yet they lacked any identity proofs. No ration card, no Voter ID cards, no Adhar Card nothing at all.  In 2013 VSSM’s Kanubhai came across these families and got to know about their status. He briefed the families with the activities of VSSM and the prerequisite to send the children to school before VSSM begins to support any of the nomadic families. Hence Bhupatbhai decided to send his two children to Doliya Hostel while other families also planned to send their kids to other VSSM operated hostels. VSSM helped these families receive Ration cards, Voter ID cards, Election Cards etc. Two of these families were provided loans that they managed to repay on schedule. Bhupatbhai was aware of this support hence he approached VSSM with a request to provide a loan of Rs. 30,000 to help him meet the expense of his daughter’s wedding. These are not the reasons for which VSSM provides support but if we did not lend the money there is always fear of such families falling into the debt-traps of private money lenders. Hence, VSSM did extend the support and money helped him marry off his daughter with peace and remain stress free at the same time!! He was so humble that he thanked VSSM for its support during the marriage ceremony while his entire community was present…
                                                                                          
ભુપતભાઈ વાંસફોડાની દીકરીના લગ્નની તસવીર 
ભુપતભાઈ હરિભાઈ વાંસફોડા છેલ્લા ૨૦ વર્ષથી વાંસફોડા સમાજના ૮ પરિવારો મોરબી તાલુકાના બેડી ગામમાં વસવાટ કરે છે. તે પરિવારો પાસે પોતાની ઓળખરૂપે કોઈ જ પ્રકારનો પુરાવો ન હતો, ના રેશનકાર્ડ, ના આધારકાર્ડ અલબત્ત ચૂંટણી કાર્ડ પણ નહિ. ૨૦૧૩માં આપણા કાર્યકર કનુભાઈની આ પરિવારો સાથે મુલાકાત થઇ અને તેમની પાસે કોઈ જ પ્રકારના પુરાવા નથી તેવી ખબર પડી. ઉપરાંત એ પણ જાણવા મળ્યું કે તેમના બાળકો કોઈ શાળામાં ભણવા પણ નથી જતા. કનુભાઈ એ આપણી સંસ્થા VSSMની કામગીરી આ પરિવારોને જણાવી અને કહ્યું કે તમે તમારા બાળકોને શાળાએ મોકલશો તો અમે તમને તમારા ઓળખના પુરાવા લાવવામાં મદદ કરીશું. ભુપતભાઈના બે દીકરાઓ આપણી ડોલિયા હોસ્ટેલમાં ભણે છે અને બીજા પરિવારો પણ તેમના બાળકોને આપણી સંસ્થા દ્વારા ચાલતી હોસ્ટેલમાં મુકવાનું વિચારે છે. VSSMનાં પ્રયત્નોથી આ ૮ પરિવારોને રેશનકાર્ડ, આધારકાર્ડ તથા ઈલેક્શનકાર્ડ મળ્યા. આ પહેલા આપણે ૨ પરિવારોને વગર વ્યાજે લોન આપી હતી જે તેઓએ સમયસર ભરપાઈ કરી. આ લોન વિશે ભૂપતભાઈ જાણ હતી તેથી તેમની દીકરીના લગ્ન માટે તેમણે ૩૦,૦૦૦ રૂપિયાની લોનની માંગણી કરી. પોતે મજુરી કરે એટલે લગ્નનો ખર્ચો થઇ શકે તેમ ન હતો.જો તેઓ ને મદદ ના મળી હોત તો તેઓ ને વ્યાજે પૈસા લાવવા પડત અને વ્યાજનું ચક્કર તેમને પોતે આર્થિક રીતે ક્યારેય પગભર ના થવા દેત. આ વાત ભૂપતભાઈના જીવનમાં એટલી બધી મહત્વની હતી કે તેમણે દીકરીના લગ્નમાં આખા સમાજ વચ્ચે VSSMનો આભાર વ્યક્ત કર્યો.

No comments:

Post a Comment