Friday 14 April 2017

Inculcating the habit of regular savings amongst the nomadic communities….

Jivabhai Marwadi Devipujak with his wife 
“Ben, I have understood the importance regular savings only after the organization (VSSM) provided me the financial assistance and compelled me to begin saving on regular basis. Today I have jewelry worth Rs. 17,000 and Rs. 15,000 in cash,” said a cheerful Jivabhai.

Jivabhai Marwadi Devipujak  availed a loan of Rs. 10,000 from VSSM to begin a business of trading seasonal products. A scrape collector, Jivabhai followed a daily routine of first collecting the scrape and then selling it to the wholesale scrape dealer. But, this method did not allow him to negotiate better  selling price. However, once when he accumulated the scrape and sold it in bulk he could fetch better price. After this learning he took a bigger loan of Rs. 40,000 from VSSM.

VSSM’s Kanubhai thought him how conduct his business smartly and made sure he saved from the profits he made. Jivabhai never liked going to a bank but the fear of Kanubhai’s scolding made him visit the bank to deposit part of his profits. The figure has now reached Rs. 15,000. For nomadic families, even such a small amount is huge and the joy it brings in the lives of these individuals is incomparable.

The poor of our country look up to the government for support and hopes that the support will help them tackle poverty. It is not an unreasonable expectation, communities reeling under abject poverty require external support to break free from the clutches of poverty. But, the confidence people like Jivabhai gain after becoming successful in business makes them aspire to do away with government support.

“It will be good if I can get government support but the pace at which my business is going these days makes me believe that in next five years I will buy a house of my own.” In the past one and half years Jivabhai has managed to save the above-mentioned amount and send his children to a decent private school aswell.

We feel humbled when VSSM becomes instrumental in bringing such confidence in the lives of people like Jivabhai. Thank you all for helping us support thousands of individuals like Jivabhai.

‘બેન સંસ્થાએ મદદ નો કરી હોત ને તો કોય દી બચતનું મહત્વ હમજ્યો જ ના હોત. આજે મારી પાહે સત્તર હજારનો દાગીનો અને પંદર હજાર રોકડા બેંકમાં જમા સે.’

10,000ની લોન રાજકોટમાં રહેતા જીવાભાઈ મારાવાડી દેવીપૂજકને સીઝનલ ધંધો કરવા માટે આપી. ભંગાર ભેગો કરવાનું કામ કરતા જીવાભાઈ પહેલાં થોડો થોડો ભંગાર ભેગો કરે અને રોજ સાંજે વેચી દે. પણ એમાં ધાર્યા પૈસા ના મળે પણ એક સાથે સાત હજારનો ભંગાર ભેગો કરીને વેચ્યો અને ઘણો નફો થયો. પછી વધુ સારી રીતે ધંધો કરવા VSSMમાંથી પાછી 40,000ની લોન લીધી. VSSMના કાર્યકર કનુભાઈએ ધંધા કરવાની સાથે સાથે બચત કરતા શીખવ્યું. બેંકમાં જવું જરાય ના ગમે પણ કનુભાઈ વઢશે એ બીકે પરાણે બેંકમાં જાય અને બચત કરે ધીમે ધીમે બચત રૂ 15,000એ પહોંચાડી.

કલ્પના પણ ના આવે કે આટલી નાની રકમથી કોઈની જીંદગી બદલાઈ શકે,પણ નજર સામે આવો બદલાવ જોઈએ ત્યારે રાજી થવાય. 

‘અમે ગરીબ સરકાર અમને મદદ કરે’ તેવો ભાવ દરેક વંચિતને હોય અને અમે પણ એમ માનીએ કે સરકારે આવા લોકોને ટેકો કરવો જોઈએ પણ જીવાભાઈ જેવા અન્ય જાતે બેઠા થવાનું સ્વપ્ન જોતા થઈ જાય તો સરકારની મદદની જરૃર જ નહીં રહે... જો કે જીવાભાઈ પણ, ‘સરકાર આપે તો ઠીક નહીં તો હાલમાં ધંધો કરુ છુ ને એ રીતે પાંચ વરસ કરીશ તો પોતાનું ઘર લઈ લઈશ.’ એમ કહેતા થઈ ગયા છે. તેમને પોતાનામાં વિશ્વાસ આવવા માંડ્યો છે. લગભગ દોઢ વર્ષમાં 17,000ના દાગીના અને 15,000ની બચત સાથે બાળકોને સારી નિશાળમાં ભણાવવાનું પણ તેઓ કરવા માંડ્યા છે.

VSSM આ રીતે માણસોને બેઠા કરવાનું અને સ્વપ્ન જોતા કરવાનું કરે છે. આ કામમાં મદદરૃપ થનાર સૌનો આભાર...

ફોટોમાં જીવાભાઈ મારવાડી દેવીપુજક અને તેમના પત્નીની ખુશી આબાદ ઝડપાઈ છે.

No comments:

Post a Comment