Monday 25 December 2017

Buying Govind Bajaniya's Freedom...

Govind Bajaniya with Mittal Patel when she visited his
village Totana
Buying Govind’s freedom

The burden of responsibilites fell on the shoulders of Govind Bajaniyaa at a very early age. Govind lost his mother at a young age and the responsibility of performing her last rites also fell on him. Govind who was a daily wage earners did not have enough money, this required him to borrow Rs. 8000 from an acquaintance. Barely literate Govind was ignorant on the ways the private money lenders calculate interest, he continued paying the instalments yet, the payable amount just kept increasing.  You would be surprised to know that the payable amount went so high that just the monthly interest amounted to Rs. 6,000.


Govind Bajaniya at his Small Shanty...
Govind has a small plot on which he has built a small shanty. There was a time when, there was a talk of selling the plot to repay the amount. Govind got confused with this preposition and inquired about the payable amount. And when the figure was revealed it sent a shock …. The amount was a whooping Rs. 70,000 plus the interest!! Astonished? We were too…

Govind begged and tried his best to convince the lender to wave off the interest, he spoke to the influential individuals. The Rs. 70,000 could still be managed but how to manage the interest. His pleas were heard and the lender waved off the interest but, from where to raise the huge amount of Rs. 70,000?

We happened to meet Govind for the first time during the floods as his shanty was swept away. He was ubale to share his plight when we met him a couple of times initially.  Govind earns his living by collecting the hair shed while combing. He had requested for a loan to buy some goods for his business. We did sanction but instead of buying goods he repaid part of his outstanding debt of Rs. 70,000. Somewhere, it pinched him that he had lied and taken the loan from VSSM. Ultimately he did share his plight and asked us, “Will we help him free from debt bondage?”

“Of course, we will. We assured that the society will stand with him in this hour of need.”

We also have to support him build the house because it is an impossible task otherwise!!

We have faith that all will fall in place.

Govind requested a photo of us together when I was in his village Totana.  

ગોવિંદ #બજાણિયા. ઉંમર કાંઈ બહુ મોટી નહીં. પણ જવાબદારીનો બોજો ઘણો મોટો. ‘મા’ની હૂંફની જરૃર હતી પણ ભગવાનને કદાચ એની વધારે જરૃર હતી. મા ગઈ. એની અંતિમવિધી ને કારજ કરવાનું ગોવિંદના માથે આવ્યું. મજુરી કરતા ગોવિંદ પાસે બચતના નામે મીંડુ. એક ભાઈ પાસેથી રુપિયા 8000 વ્યાજવા લીધા ને બધુ પતાવ્યું. ત્રણ ચોપડી ભણેલા ગોવિંદને વ્યાજ બ્યાજની બહુ ગણતરી આવડે નહીં. નિયમિત હપ્તા ભરે તોય દેવાની રકમ વધતી જ જાય.

જાણીને નવાઈ લાગે પણ આ રકમ એટલી વધી કે મહિને છ હજાર તો ખાલી વ્યાજના જ ભરવાના થાય. ગોવિંદ પાસે રહેવા માટે પોતાનો નાનો પ્લોટ જેની ઉપર છાપરુ બાંધીને એ રહે. પ્લોટ વેચીને પૈસા ભરવાની વાત પણ આવી ગઈ. ગોવિંદ મૂંઝાયો. કેટલી રકમ ભરવાની છે તે પૂછ્યુ ત્યારે આંકડો સીતેર હજાર..... ને વ્યાજ તો જુદુ....નો સામે આવ્યો.

ચક્કર આવી ગયા ને? સાંભળીને અમનેય એમ જ થયું. 
કેટલાક વગદાર માણસો પાસે જઈને પેલાભાઈ વ્યાજ માફ કરે એ માટે ગોવિંદે હાથાજોડી કરી. ગોવિંદે મૂડી એ પણ સીતેર હજાર ગમે ત્યાંથી લાવીને ભરવા કહ્યું પણ વ્યાજ માફ કરાવો ને આ રાત દિવસ વધતા દેવામાંથી મને છોડાવોનું ગોવિંદનું આક્રંદ આગેવાનોએ સાંભળ્યું. આગેવાનોની દખલથી તેને વ્યાજમાંથી મુક્તિ મળી પણ સીત્તેર હજાર ભરવાના ઊભા...

#બનાસકાંઠામાં આવેલા પુરમાં ગોવિંદનું છાપરુંયે તુટી ગયું. એ વખતે પહેલીવાર એ મળ્યો. એની તકલીફ વિષે એ બહુ બોલી નહોતો શક્યો. કાંસકામાં ઊતરી આવતા વાળ ભેગા કરીને વેચવાનું એ કરે. આ ધંધામાં જરૃરી સામાન લાવવા વીસ હજારની લોન આપોને એવી એણે વિનંતી કરી ને અમે લોન આપી. પણ એમાંથી એણે કાંઈ સામાન ના ખરીદ્યો. પેલા ભાઈની 70 હજાર ચુકવવાના હતા તે 20 હજાર ત્યાં આપી આવ્યો. પણ અંદરથી ખોટુ બોલીને રકમ લીધાનું ડંખ્યું... આખરે સાચી વાત એણે અમને કરી ને પેલા ભાઈની ચૂંગાલમાંથી મને છોડાવશો? તેવો પ્રશ્ન ભોળા ભાવે પુછ્યો...

હા ગોવિંદ તને છોડાવશું જ... #સમાજ તારી પડખે ઊભો રહેશે ને મદદ કરશે એવો વિશ્વાસ સૌ વતી ગોવિંદને અમે આપ્યો....
એનું ઘર બાંધવામાંય મદદ કરવાની છે... એના એકલાથી ઘર બંધાય તેવી કોઈ શક્યતાઓ નથી. 
થશે બધુ જ થશે.... એવો ભરોસો છે....

ટોટાણા એના ગામ ગઈને એને મળીને નીકળી ગયા પછી બીજી વસાહતમાં ગોવિંદ પાછળ આવ્યો ને મારી સાથે એક ફોટો પડાવોને બેન એમ કહ્યું ને અમે બંને રસ્તાની બાજુમાં ઊભા રહ્યાને મહેશે ફોટો ક્લીક કર્યો. ગોવિંદ હંમેશાં માટે અમારા કેમેરામાં કેદ થયો....

#VSSM #NomadicTribes #DenotifiedTribes #HumanApproach #Human_interest_news #વિચરતીજાતિ #HumanRights #HousingForNomads #DreamOfHouse #NomadsOfIndia #MittalPatel #Bajania #Banaskantha

No comments:

Post a Comment