Thursday 28 December 2017

“I cannot move in my new home without my goats!!” - Savitaben Devipujak

Savitaben Devipujak has been residing in Deesa for years but, never had a single document to prove her address in the town. A bold and gutsy lady, she has raised her five children on her own after her husband walked out of the marriage. Not the kind who loses hope and courage, Savitaben earns her living through selling toys and stuff at village fests and fairs. 

Mittal Patel with Savitaben Devipujak in her new home
when she will move shortly
VSSM’s Mahesh worked hard and helped her obtain Voter ID card, Ration Card and a two bedroom flat under the Rajiv Gandhi Awas Scheme.  

“I want to treat you with a meal, shower you with gifts, my goat is going to deliver soon I will gift you a kid!!” Savitaben tells us with all humility and humbleness.

“Ben, I cannot tell you the happiness I felt after seeing my flat. It has water, power and all the other facilities. But, where do I keep my goats? Also, I do not have an LPG connection so how can I cook. My wood fired sighri will ruin the whitewashed kitchen!! Please help me obtain an LPG connection and also find a solution for my goats. I have got some modifications done in the flat and want to move-in soon but, not without my goats!! Help me resolve this situation, please!”

The current living condition of Savitaben Devipujak
Savitaben did not have enough savings to pay the down payment to secure the apartment. We helped her with an interest free loan of Rs. 10,000. Savitaben was regular in paying the instalments.  

“It is you all who cared for us and showed concern for our well-being, otherwise who cares what happens t people like us who stay in huts and shanties!!” was a rather upfront and honest opinion Savitaben has for the society. There is open span of land opposite the building where she has her flat. We plan to safeguard a place for her goats in a small patch over that land.

Shri. Pravinbhai Mali, President, Deesa Nagarpalika has helped families like Savitaben’s to help obtain flats in Deesa. And a huge thank you to all of you for the unflinching support.

The picture of us together was captured when I was in Deesa recently, Savitaben took me to her house to see the shelves and her standing kitchen.

The homes of Savitaben one her current and the other is her new home where she will move in shortly.

Thankyou Bharatbhai and Maulik for capturing these moments….

‘હુ તમારી હું આગતા સાગતા કરુ પણ આલીખા મારી બકરીન બચ્ચા આબ્બાના તે ઈમોંથી એક તમન આલીશ.’ ડીસામાં રહેતા સવીતાબહેન દેવીપૂજકે આ લાગણી વ્યક્ત કરી.

ડીસામાં વર્ષોથી રહે પણ ઓળખનો એકેય આધાર એમની પાસે નહીં. કાર્યકર મહેશે તેમને મતદારકાર્ડ રેશનકાર્ડ ને રહેવા માટે રાજીવગાંધી આવાસ યોજના અંતર્ગત બેરૃમ રસોડાનો ફ્લેટ અપાવ્યો. 
‘ફલેટ જોઈન રાજી થઈ જીતી બેન. પોણી બોણીની અન લાઈટ બાઈટની અસલ સગવડ હ. પણ બેન મારા બકરાંન ચો રાખુ? અન મારી કન ગેસ નહીં. ફ્લેટની ભેતો ધોળી ઈમોં ચુલો કરુ તો આખુ મકોન કારુ થઈ જાય. તે ગેસનું કોક કરી દો ન મારા બકરાંનુંય. મે ફલેટમાં અભરઈઓ અન બીજા થોડા સુધારા કરાયા. હવ ઝટ રેવા આબ્બુ હ્ પણ મારા બકરાંનું કોક કરજો મન ઈમનાં વના ના ચાલ.’

ફ્લેટ માટે સરકારમાં પૈસા ભરવાના હતા પણ સવીતાબેન પાસે સગવડ નહીં. અમે દસ હજાર વગરવ્યાજવા આપ્યા ને તેના નિયમિત હપ્તા સવીતાબેન ભરે. પતિ પાંચ બાળકોને સવિતાબેનના હવાલે મુકીને જતા રહ્યા પણ હિંમત હાર્યા વગર સવિતાબેને બધાને મોટા કર્યા. હાલ તેઓ મેળામાં રમકડાં વેચીને પુરુ કરે છે.

ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ માળીએ સવીતાબહેન જેવા પરિવારોને ઘર અપાવવામાં ખુબ મદદ કરી. ફ્લેટ સામે નદીનો ખુલ્લો પટ છે. બસ ત્યાં સવિતાબેનને વાડો વાળી આપીશું જેથી બકરાં ત્યાં રહી શકે. 
‘સાપરાંમાં રેનાર અમન તમે હોવ ન ઘર મલ બાકી અમારી કુન પડી હોય બેન! આવી અદભૂત લાગણી સવીતાબેને વ્યક્ત કરી.’
અમે નિમિત્ત બન્યા બાકી આ બધુ તો આપ સૌની મદદ વગર ક્યાં શક્ય હતું? સૌનો આભાર... 
હમણાં ડીસા ગઈ ત્યારે ફ્લેટમાં બની રહેલી અભરાઈને ઊભું રસોડું જોવા લઈ ગયા. સાથે સરસ ફોટો પણ પડાવ્યો. 
સવિતાબેન હાલ જ્યાં રહે છે તે છાપરુ ને હવે જ્યાં રહેવા આવવાના છે તે ફલેટની તસવીર..

સવિતાબેનનો એક ફોટો યુકેમાંરહેતા અમારા #સ્વજન ભરતભાઈ પટેલેને બીજો મૌલિકે પાડ્યો... બંનેનો આભાર..

#વિચરતીજાતિ #ઘર #રમકડાં #મિત્તલપટેલ #VSSM #DeesaNagarpalika #Devipoojak #NomadsOfIndia #NomadicTribes #DenotifiedTribes #DNT #Housing #HouseForNomads #MittalPatel #Loan #HousingLoan #interest_free_loan_for_Nomads #Deesa #RajivGandhiAawasyojna

No comments:

Post a Comment